Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

૨૧ જૂને ૧૨ દિવ્યાંગ દીકરીઓ પાણીમાં યોગા કરશે

યોગ દિન નિમીતે મ્યુ.કોપોર્રેશનનુ નવકાર આયોજનઃ ૯૦૦ જેટલી બહેનો સ્વામીંગપુલમાં એકવા યોગ કરશેઃ વંદનાબેન, નીતીનભાઇ ભારદ્વાજ તથા ચેરમેન જયમીન ઠાકરનાં માર્ગદર્શન હેઠળ તૈયારીઓ શરૂ

રાજકોટ, તા.૧૦: આગામી તા.૨૧ જૂને યોગદિનની ઉજવણી થનાર છે. ત્યારે રાજકોટ મ્યુ.કોર્પોરેશન દ્વારા આ દિવસે ૧૨ દિવ્યાંગ દિકરીઓ દ્વારા પાણીમાં યોગા રજૂ કરવાનાં નવતર પ્રયોગ સહીત કુલ ૬૦૦ બહેનો દ્વારા સ્વીમીંગ પુલમાં સામૂહિક 'એકતા યોગા' રજૂ કરવાનાં કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું છે.

આ અંગે સતાવાર યાદીમાં જણાવાયા મુજબ ૨૧ જુન વિશ્વ યોગા દિનની દર વર્ષે ઉજવણી કરવામાં આવે છે. જેના અનુસંધાને અગામી ૨૧ જુન ૨૦૧૯ના રોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદાં જુદાં પાંચ સ્થળોએ વિશ્વ યોગ દિનની ઉજવણી થશે. વિશ્વ યોગ દિનના દિવસે બહેનો અને બાળાઓ દ્વારા એકવા યોગા કાર્યક્રમ યોજાશે. જેના અનુસંધાને આજ તા.૧૦/૦૬/૨૦૧૯ના રોજ એક મીટીંગનુ આયોજન કરવામાં આવ્યું. આ મીટીંગમાં ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકર, ડેપ્યુટી કમિશનર જાડેજા, ગણાત્રા, અને સી.કે. નંદાણી, એકવા યોગના આયોજન માટે વંદનાબેન ભારદ્વાજ, અલ્પાબેન શેઠ, તેમજ તેમની ટીમ ઉપરાંત આસી. મેનેજર ડોડીયા, ચોલેરા તથા સ્નાનાગાર સંચાલક કોચ, સંચાલક, વિગેરે ઉપસ્થિત રહેલ હતા.

આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠકારે જણાવેલ કે, રાજયમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એકવા યોગા યોજોઈ છે. એકવા યોગા માટે ફોર્મ વિતરણ, ફોર્મ પરત મેળવવા તેમજ તેને આનુસાંગિક વ્યવસ્થા અંગે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવેલ. એકવા યોગની જવાબદારી સંભાળતા વંદનાબેન ભારદ્વાજ તથા અલ્પાબેન શેઠએ જણાવેલ કે, તમામ સ્નાનાગારોમાં એકવા યોગની તાલીમ માટે બેચ ફાળવવા તમેજ આ માટે પ્રચાર પ્રસાર થાય તેવું સુચન કરવામાં આવેલ.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લાં ત્રણ વર્ષથી મહાનગરપાલિકાના સ્નાનાગારમાં મહિલા દ્વારા એકવા યોગા કરવામાં આવી રહ્યા છે. ચાલુ વર્ષે પણ ૨૧ જુન વિશ્વ યોગા દિનની ઉજવણી સાથે એકવા યોગા પણ યોજાશે. આ એકવા યોગમાં આશરે ૯૦૦ જેટલી બહેનો અને બાળાઓ ભાગ લેશે. આ ઉપરાંત ૧૦ થી ૧૫ વર્ષની દિવ્યાંગ ૧૨ દીકરીઓ એકવા યોગા કરશે. એકવા યોગા માટે રાજકોટ મહાનગરપાલિકાના સ્નાનાગારમાંથી ફોર્મ વિતરણ કરવામાં આવી રહ્યું છે. હાલમાં ૩૦૦ જેટલા ફોર્મ ભરાઈને પરત આવેલ છે. એકવા યોગા ઉપરાંત મ્યુઝિક સાથે યોગા અને સૌ પ્રથમ વખત દિવ્યાંગ બહેનો દ્વારા યોગા કરાશે. એકવા યોગમાં રાષ્ટ્રધ્વજ, આર.એમ.સી. ફ્લેગ,  એકવા યોગા ફ્લેગ અને શાંતિના પ્રતિક સફેદ ફ્લેગ સાથે રાષ્ટ્રગાન બાદ યોગનો શુભારંભ કરાશે.

૨૧ જુન ૨૦૧૯ના રોજ તમામ સ્નાનાગારો પર એકી સાથે સવારના ૦૮ૅં૦૦ વાગ્યાથી એકવા યોગાનો પ્રારંભ થશે. યોજાનાર એકવા યોગા નિહાળવા શહેરની બહેનો, વિદ્યાર્થીનીઓ વિગેરે ઉપસ્થિત રહેલ તેવું નિમંત્રણ પાઠવવામાં આવેલ.

(4:10 pm IST)