Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

રામનાથપરા ઇલેકટ્રીક સ્મશાનમાં હવે વીજળીના વાંકે મૃતદેહો નહી રઝળેઃ ડબલ ફીડર પાવરનો પ્રારંભ

રાજકોટઃ રામનાથપરા ઇલેકટ્રીક સ્મશાનમાં કયારેક વીજળીના વિક્ષેપને કારણે કલાકો સુધી મૃતદેહો રઝળતા હોવાની ફરીયાદો હતી. કેમ કે આ ઇલેકટ્રીક સ્મશાન અત્યાર સુધી માત્ર એકજ દુધસાગર ૬૬ કે.વી.ફીડરમાંથી  વીજળી મળતી હતી. આથી જયારે-જયારે દુધસાગર ફીડરમાં વિજ વિક્ષેપ સર્જાય ત્યારે કલાકો સુધી રામનાથપરા સ્મશાનમાં વિજ પુરવઠો બંધ રહેતો પરિણામે ઇલેકટ્રીક સ્મશાનમાં અંતિમવિધી માટે લાવવામાં આવેલા મૃતદેહો કલાકો સુધી પડયા રહેતા અને મોતનો મલાજો પણ જળવાતો નહતો. દરમિયાન આ સામાજીક સમસ્યાના કાયમી ઉકેલ માટે વિજ કંપનીના અનુભવી  ચીફ ઇજનેર શ્રી કોઠારી અને તેઓની ટીમે કમ્મરકસીને રામનાથપરા સ્મશાનના શાસ્ત્રી મેદાન ૬૬ કે.વી.સબ સ્ટેશનમાંથી વધારાનો વીજપુરવઠો આપવાની યોજના યુદ્ધના ધોરણે પૂર્ણ કરી આમ હવે રામનાથપરા સ્મશાનમાં ડબલ ફીડર પાવરની સુવિધા શરૂ થઇ છે જેથી દુધસાગર કે શાસ્ત્રી મેદાન બેમાંથી કોઇપણ એક ફીડરમાં વીજપુરવઠો બંધ થાય કે તુરતજ બીજા ફીડરનો પાવર ચેન્જ ઓવર કરીને સ્મશાનનો વીજ પ્રવાહ ચાલુ રાખી શકાશે આમ હવે રામનાથપરા સ્મશાનમાં વીજળીની સમસ્યા નહી સર્જાય અને હવે પછી વીજળીના વાંકે મૃતદેહો નહી રઝળે જેથી મોતનો મલાજો પણ જળવાશે તસ્વીરમાં રામનાથપરા સ્મસાન ખાતે વીજ કંપની દ્વારા ડબલ ફીડર પાવરની નવી સુવિધાનો પ્રારંભ કરાયો હતો. તે દર્શાય છે. સમગ્ર યોજનાને કાર્યાન્વીત કરવા માટે ચીફ ઇજનેર શ્રી કોઠારી એકઝીકયુટીવ ઇજનેર શ્રી પાલા, શ્રી પટેલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(4:07 pm IST)