Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વડોદરા કમિશ્નર તથા સુરત મેયર ઇલેવન ચેમ્પિયન

ઇન્ટર કોર્પોરેશન ટી-ર૦ ડે એન્ડ નાઇટ ટુર્નામેન્ટમાં

રાજકોટ, તા. ૯ : રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આયોજિત ઓલ ગુજરાત ઇન્ટર કોર્પોરેશન ટી-૨૦ ડે એન્ડ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમા શનીવારે રેસકોર્ષ સંકુલ સ્થિત માધવરાવ સિંધિયા ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે  ૪ કલાકે પ્રથમ ફાઈનલ મેચ રાજકોટ કમિશનર ઇલેવન અને વડોદરા કમિશનર ઇલેવન વચ્ચે રમાયો હતો. તેમજ સાંજે ૭ કલાકે અમદાવાદ મેયર ઇલેવન અને સુરત મેયર ઇલેવન વચ્ચે મેચ રમાયો હતો. આ પ્રસંગે ગુજરાત રાજય વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, પંકજભાઈ ભટ્ટ, અંજલીબેન રૂપાણી, બીનાબેન આચાર્ય, બિજલબેન પટેલ, ધનસુખભાઈ ભંડેરી, કમલેશભાઈ મીરાણી, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, નીતિનભાઈ ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, અશ્વિનભાઈ મોલીયા, બંછાનિધિ પાની, મનોજ અગ્રવાલ, દેવાંગભાઈ માંકડ, જીતુભાઈ કોઠારી, શ્રી કિશોરભાઈ રાઠોડ, વિરેન્દ્રસિંહ ઝાલા, દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર, ચેતન નંદાણી, મનીષભાઈ રાડીયા, પુષ્પાબેન મિસ્ત્રી, મોનાબેન, દુર્ગાબેન ભૂત, ફાયર અને રૂપાબેન શીલુ, નયનાબેન પેઢડીયા, પુષ્કરભાઇ પટેલ, મંત્રી વિક્રમભાઈ પુજારા, મહેશભાઈ રાઠોડ, શહેર ભાજપા કેતનભાઈ પટેલ, મુકેશભાઈ રાદડિયા, દર્શીતાબેન શાહ, વંદનાબેન ભારદ્વાજ, કશ્યપભાઈ શુકલ, રક્ષાબેન બોળીયા, અશ્વિનભાઈ ભોરણીયા, ડી.બી.ખીમસુરીયા, અજયભાઈ પટેલ, કિરણબેન સોરઠીયા, અંજનાબેન મોરજરીયા, જયોત્સનાબેન ટીલાળા, શિલ્પાબેન જાવિયા, અનીતાબેન ગૌસ્વામી, કાન્તાબેન કથીરિયા, હરેશભાઈ જોષી, અનિલભાઈ રાઠોડ, કલ્પનાબેન કિયાડા, રાજુભાઈ અધેરા, મયુરભાઈ શાહ, પ્રીતીબેન પનારા, દેવુબેન જાદવ, ધારાબેન વૈષ્ણવ, અશોકભાઈ લુણાગરિયા, દુર્ગાબા જાડેજા, કાશ્મીરાબેન નથવાણી, ભાવેશભાઈ દેથરીયા ઉપસ્થિત રહ્યા હતા. જેમાં રાજકોટ કમિશનર ઇલેવન અને વડોદરા કમિશનર ઇલેવન વચ્ચે રમાયેલ ફાઈનલ મેચમાં વડોદરા કમિશનર ઇલેવન ટીમ ફાઈનલમાં વિજેતા થઈ હતી. તેમજ સુરત મેયર ઇલેવન અને અમદાવાદ મેયર ઇલેવન વચ્ચેની ફાઈનલ મેચમાં સુરત મેયર ઇલેવન ટીમ ફાઈનલમાં વિજેતા થઇ હતી.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા યોજાયેલ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ફાઈનલ વિજેતા વડોદરા કમિશનર ઇલેવનના મેન ઓફ ધ મેચ શૈલેશ મોહિતેને ગુજરાત ફાઈનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરીના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું, રાજકોટ કમિશનર ઇલેવનના બેસ્ટ બોલર પૂર્વેશ રાજપરાને પ્રમુખ કમલેશભાઈ મીરાણીના વરદ હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું, તેમજ રાજકોટ કમિશનર ઇલેવનના બેસ્ટ બેસ્ટ મેન નિકુંજ પંડયાને બંછાનિધિ પાનીના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું.

જયારે ફાઈનલ વિજેતા ટીમ સુરત મેયર ઇલેવનથી મેન ઓફ ધ મેચ મનોજ ચોવટિયાને પૂર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું તેમજ બેસ્ટ બોલર મનોજ ચોવટિયાનેઙ્ગ કિશોરભાઈ રાઠોડ અને પંકજભાઈ ભટ્ટના હસ્તે ઇનામ આપવામાં આવ્યું હતું. જામનગર મેયર ઇલેવન ટીમમાંથી કેતન નાકયાને બેસ્ટ બેસ્ટ મેન માટે ઇનામ આપવામાં આવ્યું હતું. મેન ઓફ ધ સીરીઝ બનેલા ક્રિકેટરોને કાશ્મીરાબેન નથવાણી, વંદનાબેન ભારદ્વાજ, ભીખાભાઈ વસોયા, દલસુખભાઈ જાગાણી અને અજયભાઈ પરમારના હસ્તે ઇનામ આપવામાં આવ્યા હતા. ફાઈનલમાં પરાજય થયેલ ટીમને ટીમ ફોટોગ્રાફ્ર તમામ મહાનુભાવોના હસ્તે આપવામાં આવ્યો હતો. ફાઈનલ વિજેતા થયેલ વડોદરા કમિશનર ઇલેવન અને સુરત મેયર ઇલેવન ટીમને ચેમ્પિયન ટ્રોફી ગુજરાત રાજયસભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદીના વરદ હસ્તે આપવામાં આવી હતી.  આ મેચ નિહાળવા શહેરીજનોમાં પણ ખુબ ઉત્સાહ જોવા મળ્યો હતો. રમતવીરોનો જુસ્સો વધારવા શહેરીજનો બહોળી સંખ્યામાં મેચ નિહાળવા આવ્યા હતા.

(4:00 pm IST)