Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અસહ્ય તાપમાં અબોલ જીવ આકુળ વ્યાકુળ

રાજકોટ : સૂર્યદેવ કાળઝાળ બન્યા હોય તેમ અસહ્ય તાપ વરસાવી રહ્યા છે. રાજકોટ જેવા શહેરોમાં તાપમાનનો પારો ૪૫ ડીગ્રીના આંકને પણ વટાવી ચુકયો છે. ત્યારે માણસ તો ઠીક અબલ જીવો પણ આકુળ વ્યાકુળ બની ગયા છે. માણસ તો એ.સી., કુલર જેવી કૃત્રિમ વ્યવસ્થા શોધી લેશે, પણ બીચાર અબોલ જીવોનું શું? ખાસ કરીને ઘેટા બકરાની વાત કરીએ તો તેઓ ગરમી સહન નથી કરી શકતા. તેમના પોતાના જ શરીર પર ગરમ પ્રકૃતિનું ઉન ધરાવતા ઘેટા આ ધોમધખતા તાપમાં ખુબ મુંજરો અનુભવતા હોય છે. વૃક્ષોનો છાયડો એક જ તેમના માટે રાહત આપતો આશરો બની રહે છે. આખે આખુ ધણ સમાવી લ્યે એવા વૃક્ષો તો હવે રહ્યા નથી. આવી ગરમીમાં આછો પાંખો છાયડો આપતા નાનાકડા વૃક્ષોનો નાછુટકે સહારો લેવો પડે છે. જામનગર રોડ પરના પરાપીપળીયા ખાતે કઇક આવી જ સ્થિતીમાં ઘેટાબકરાનું ટોળુ નજરે પડ છે. તેમના માલીક જાણે વરસાદની ચાતક નજરે રાહ જોઇ રહ્યાની સ્થિતીમાં જણાય છે.

કિલક - કહાની

તસ્વીર - અહેવાલ

અશોક બગથરીયા

(3:54 pm IST)