Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગ્રીનલેન્ડ ચોકડી પાસે ધવલ પીપરોતર પર પૈસાની ઉઘરાણી મામલે તલવારથી હુમલો

ઇમિટેશનના કારખાનેદાર નૈમિષ, તેનો ભાઇ, રૂષી, સરમણ મેર અને અજાણ્યાએ મળી હુમલો કર્યોઃ સગર યુવાન હોસ્પિટલના બિછાને પહોંચ્યો

રાજકોટ તા. ૧૦: કુવાડવા રોડ ગ્રીનલેન્ડ ચોકડી પાસે મણીનગર-૫માં રહેતાં અને ઇમિટેશનનું કામ કરતાં ધવલ કનુભાઇ પીપરોતર (ઉ.૨૪) નામના સગર યુવાન પર સાંજે તેના ઘર નજીક મોમાઇ ટી સ્ટોલ પાસે હતો ત્યારે ઇમિટેશનના કારખાનેદાર નૈમિષ, તેના મોટા ભાઇ, રૂષી, સરમણ મેર અને એક અજાણ્યાએ મળી હુમલો કરી તલવારથી પેટ, ગળા, શરીરે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો છે.બી-ડિવીઝનના એએસઆઇ કે. યુ. વાળાએ ધવલની ફરિયાદ પરથી પાંચેય સામે ગુનો દાખલ કરી શોધખોળ હાથ ધરી છે. ધવલના કહેવા મુજબ તેને ધંધાના કામના રૂ. દસ હજાર નૈમિષને આપવાના હતાં. આ રકમ આપી દીધી હોવા છતાં તે વધુ પૈસાની ઉઘરાણી કરે છે. ગત સાંજે પણ આ ઉઘરાણી મામલે માથાકુટ થઇ હતી. પોતાનો સોનાનો ચેઇન પણ ખેંચી લેવાયો હતો.

(3:53 pm IST)