Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સિતારવાદક ચેતનભાઈ શાસ્ત્રીના સુર રેલાયાઃ જબરી જમાવટ

પ્રખર સિતારવાદક બચુભાઈ શાસ્ત્રીની ૨૧મી પુણ્યતિથિ નિમિતે જામનગરમાં યોજાયો કાર્યક્રમ

રાજકોટઃ પ્રખર સિતારવાદક શ્રી બચુભાઈ શાસ્ત્રીની ૨૧મી પુણ્યતિથિના પુનિત, પ્રેરક અને પ્રેમાળ સ્મૃતિમાં સંગીતપ્રેમીઓને સંગીતમય સ્મૃતિ યાત્રાનો લાભ અને લ્હાવો મળે તેવો વિશિષ્ટ શાસ્ત્રિય સંગીતનો કાર્યક્રમ જામનગર ખાતે યોજાયેલ.

શ્રી બચુભાઈ શાસ્ત્રીના સુપુત્ર, શિષ્ય અને પ્રખર સિતારવાદક- ગુરૂ શ્રી ચેતનભાઈ શાસ્ત્રીના પ્રતિનિધિત્વમાં ધન્વન્તરી મંદિર હોલ જામનગર ખાતે અદભુત કાર્યક્રમ પૂર્ણ થયો. લગભગ સાડા ત્રણ કલાકના આ કાર્યક્રમમાં શ્રી ચેતનભાઈ શાસ્ત્રી સાથે વિખ્યાત સિતારાવાદક ભાગીરરથ ભટ્ટ, પ્રખ્યાત બાંસરીવાદક શશાંક આચાર્ય તેમજ સિતારાવાદક ધૃતિબેન શાહ, પુજાબેન પરમાર, પ્રશંસાબેન શાસ્ત્રી, મહમુદ હસન ખાન, નિરવભાઈ મહેતા, નીવેદીતા સોલંકી અને યશશ્રી ભટ્ટ ભારતીય શાસ્ત્રીય સંગીતની સુંદર રચનાઓ અનેકવિધ રાગોમાં રજુ કરી. તેઓને તબલા સંગત શ્રી ઓજસભાઈ ભટ્ટ, શ્રી માધવ પુરોહિત અને શ્રી કશ્યપભાઈ કુબાવતે આપી. તે ઉપરાંત અઢાર અને પંદર વર્ષીય બાળકો સોહમ બેનર્જી અને રુદ્રા લીંબાસીયાએ અદ્દભુત તબલાની જુગલબંધી કરી. તે બન્નેને હાર્મોનીયમ પર લહેરાની સંગત શ્રી અર્પીત માંડવીયાએ આપી. સંગીતપ્રેમીઓ અને કલા પ્રેમીઓએ આ ઉત્કૃષ્ઠ કાર્યક્રમ ભરપુર માણ્યો.

ગુરૂવંદના અને ગુરૂસ્મૃતિનો આ અદ્દભુત કાર્યક્રમના આયોજન અને અતિ સુંદર રચનાઓ રજુ કરવાનો શ્રેય શ્રી ચેતનભાઈ શાસ્ત્રીને જાય છે. તેમ યાદીના અંતમાં જણાવ્યું છે.

(3:51 pm IST)