Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

શહેરોમાં મળતુ મોટાભાગનું દૂધ ભેળસેળ વાળુ અને બનાવટી હોવાની આશંકા : દૂધના ફીકસ ભાવ જાહેર કરો

ભેળસેળનું દુષણ અટકાવવા દુધ ચેકીંગ મશીન જરૂરી : ધરતીપુત્ર ટ્રસ્ટનો કલેકટરને વિસ્તૃત પત્ર

રાજકોટ તા ૧૦  :  ધરતી પુત્ર વિવિધ લક્ષી એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના મનોજભાઇ મહેતાએ કલેકટરને પત્ર પાઠવી દુધના  ફીકસ ભાવ જાહેર કરવા માગણી કરી હતી.

પત્રમાં ઉમેર્યુ હતું કે ખેતી એ આપણા દેશનો મુખ્ય વ્યવસાય છે, ખેતી આધારીત આપણા દેશના લોકોના ઘરના ચુલા સળગે છે.હાલમાં ખેતી ભાંગી રહી છે. ગામડા નો ખેડુત પાયમાલ થઇ રહયો છે. ગામડાના યુવાનોને રોજગારી જોઇએ છે, પરંતુ કાંઇ કામ મળતું નથી.હવે ખેતી ને પુરક વ્યવસાય છે, પશુપાલન વ્યવસાય, પશુપાલન વ્યવસાયમાં પુષ્કળ રોજગારી ની તક સમાયેલ છે. પશુપાલન દ્વારા દુધનો વ્યવસાય બીન હરીફ વ્યવસાય છે, દુધની માંગની સામે પુરવઠો ખુબજ ઓછો છે, ગુજરાતની અંદર પશુધન ઓછુ છે, છતા માર્કેટની અંદર ઘણુ બધુ દુધ આવે છે, તેનુ મુખ્ય કારણ દુધમાં થતી ભેળસેળ છે. શહેરોમાં ફરતું મોટાભાગનું દુધ ભેળસેળ વાળુ તથા બનાવટી હોય એવુ વિચારવાનું રહ્યું. એવુ સાંભળવા મળ્યું છે કે એવા કેમીકલ ને પાઉડર મળે છે જેનાથી એક લીટર દુધમાંથી દશ લીટર દુધ બની જાય છે, એવુ સોશ્યલ મીડીયામાં જોવા મળ્યું છે. આવા દુધો નાના બાળકો અને માનવ જાત માટે ખતરા રૂપ છે અને કેન્સર તેમજ સાંધાના દુખાવા જેવા ભયંકર રોગો થવાની સંભાવના છે. આવા ભેળસેળીયા દુધ પોષણને બદલે માનવીના શરીરનું શોષણ કરે છે. હાલની તકે દારૂ પ્રત્યે આપશ્રી કડક અમલબંધી કરો છે તે ધન્યવાદને પાત્ર છે.

આ દુષણ અટકાવવા હાઇવે પર દુધ ચેકીંગ મશીન મુકાવો, દુધની એન્ટ્રી જે શહેરમાં થાય ત્યાં દુધ ચેક કરો, ભેળસેળીયા દુધ વાળાને તરત જ સજા આપો, સ્પેશ્યલ દુધ ચેકીંગ સ્કોડ બનાવો, ભેળસેળથી દુધને મુકત કરી  ભોળી માનવ જાતને સશકત અને રોગમુકત બનાવો.

દુધની ખરીદી ફેટ આધારીત નહીં પરંતુ  ફીકસ ભાવથી સરકારી તેમજ ખાનગી ડેરીમાં થવી જોઇએ. ગાયનું ચોખ્ખુ દૂધ રૂ. લીટર તેમજ ભેંસનું  ચોખ્ખુ દૂધ ૬૦ રૂ. લીટર ફીકસ ભાવ જાહેર કરો. હાલમાં ખેડુત  પશુપાલુક પાસેથી દુેધ ખરીદી ઉંચા ભાવે વેચાણ કરી મબલક કમાણી કરી રહયા છે.

(3:50 pm IST)