Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સાંસ્કૃતિક કાર્યક્રમોની રંગત સાથે દિવ્યાંગોને કરાવાશે ભાવતા ભોજન : ફ્રેન્ડસ કલબ દ્વારા પ્રેરણાદાયી આયોજન

રાજકોટ તા. ૧૦ : દિવ્યાંગ અનાથ બાળકોને હુંફ અને પ્રેમ મળી રહે તેવા આશયથી ફ્રેન્ડસ કલબ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે ભાવતા ભોજન કરાવવાનું એક પ્રેરણાદાયી આયોજન કરાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કલબના આગેવાનોએ જણાવેલ કે મનોક્ષતિગ્રસ્ત બાળકોની અંદર રહેલ સુષુપ્ત શકિતને બહાર લાવવા અમો સમયાંતરે આવા સાંસ્કૃતિક અને સમુહ ભોજનના કાર્યક્રમો આપતા રહીએ છીએ દર બે મહીને એકવાર આ રીતે મળવાનું અચુક થાય છે.

આગામી તા. ૧૨ ના બુધવારે સવારે ૯ થી ર આવો જ એક કાર્યક્રમ આયોજીત કરાયુ છે. સ્નેહનિર્ઝર આશ્રમ, બી. ટી. સવાણી હોસ્પિટલ સામે યુનિ. રોડ ખાતે યોજાયેલ આ કાર્યક્રમના ઉદ્દઘાટક તરીકે ચોટીલા મંદિરના ગાદીપતી શ્રી રજનીશગીરી બાપુ તેમજ રમેશભાઇ ઠકકર, ગજેન્દ્રસિંહ રાઠોડ, જીમ્મીભાઇ અડવાણી, કીરીટભાઇ જલારામ ટ્રાન્સપોર્ટવાળા ઉપસ્થિત રહેશે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ફ્રેન્ડસ કલબના ચેરમેન ડો. મનીષ ગોસાઇ, વાઇસ ચેરમેન જયેશ કતીરા, મહામંત્રી વિપુલ રાઠોડ (મો.૯૯૨૪૪ ૦૬૬૫૩), ઉપપ્રમુખ સંદીપભાઇ પારેખ, સહમંત્રી જયપ્રકાશભાઇ પટેલ, મહિલા પ્રમુખ હેતલબા જાલા, ડો. અક્ષર પટેલ, ડો. કેતનભાઇ ત્રાંબડીયા, કન્વીનર પ્રતિકભાઇ બરછા, ડો. એસ. ડી. પટેલ, સમીરભાઇ પાઠક, લીના ટી. વખારીયા નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:50 pm IST)