Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

જવાહરભાઇ કેબીનેટ મંત્રી બનતા આહીર સમાજના હૈયે હરખ

રાજકોટ આહીર સમાજ દ્વારા જાજરમાન સન્માન : લોકોના વિશ્વાસને એળે નહી જવા દેવાની જવાહરભાઇની ખાત્રી

રાજકોટ : જવાહરભાઇ ચાવડા કેબીનેટ મંત્રી બનતા રાજકોટ આહીર સમાજ દ્વારા અદ્દકેરૂ સન્માન કરવા હેરીટેજ પાર્ટીલોન્સ ખાતે સમારોહ યોજવામાં આવ્યો હતો. આ તકે આહીર સમાજ  ભવન દ્વારકાના પ્રમુખ લાભુભાઇ ખીમાણીયા, રાજકોટ સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડ, જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતા, કન્યા છાત્રાલયના પ્રમુખ નાગદાનભાઇ ચાવડા, હેરીટેજ પાર્ટી લોન્સના પ્રકાશભાઇ ચાવડા, માલવીયા કોલેજના ટ્રસ્ટી ઘનશ્યામભાઇ હેરભા, જીલ્લા બેંક એમ.ડી. ઘનશ્યામભાઇ ખાટરીયા, ધોરાજીથી દીલીપભાઇ ચાવડા, લક્ષ્મણભાઇ વસરા, જે. ડી. ડાંગર, મેણંદભાઇ ખીમાણીયા, કેવલમ ગ્રુપના ગીરીશભાઇ ગોરીયા, આયદાનભાઇ જારીયા, રતિભાઇ ખુંગલા, પીઢ આગેવાન કાનાબાપા કાનગડ, હરેશભાઇ હેરભા, જેસીંગભાઇ ડવ, વાસુરભાઇ મેતા તેમજ વિવિધ સંસ્થાઓ આહીર સમાજ સમુહલગ્ન સમિતિ, આહીર કર્મચારી મંડળ, આહીર સ્ટુડન્ટ વેલ્ફેર ગ્રુપ, મોરબી જિલ્લાના આગેવાનો, અમરેલી જિલ્લાના આગેવાનો, સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો, જામનગર જિલ્લાના આગેવાનો સહીત મોટી સંખ્યામાં આહીર સમાજ ઉમટી પડયો હતો. પ્રારંભે  રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી ભાનુભાઇ મેતાએ કેબીનેટ મંત્રી જવાહરભાઇ ચાવડા તથા ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરતા જણાવેલ કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી અમિતભાઇ શાહ, રાજયના મુખ્યમંત્રી શ્રી િીવજયભાઇ રૂપાણી, ગુજરાત ભાજપના અધ્યક્ષ જીતુભાઇ વાઘાણીએ આહીર સમાજને માન મોભાભેર સ્થાન આપી જવાહરભાઇ ચાવડાને કેબીનેટ મંત્રી તરીકે નિયુકત કરતા આહીર સમાજના હૈયે સોનાનો સુરજ ઉગ્યા જેવો હરખ છવાયો છે. દ્વારકા આહીર સમાજ ભવનના પ્રમુખ લાભુભાઇ ખીમાણીયાએ પ્રાસંગિક પ્રવચન કરી જવાહરભાઇ હંમેશા ભામાશા તરીકે આમ આદમીની સાથે જ હોવાની વાત કરી ખુશી વ્યકત કરી હતી. કન્યા છાત્રાલયના પ્રમુખ નાગદાનભાઇ ચાવડાએ યુવા પેઢી શિક્ષિત અને દીક્ષિત બને તે માટેની વાત કરી મુખ્યમંત્રીશ્રીએ આહીર સમાજના કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલય માટે જમીન ફાળવી હોય તે બદલ આભારની લાગણી વ્યકત કરેલ. મ્યુ. કોર્પો. સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઇ કાનગડે જણાવેલ કે જવાહરભાઇ ચાવડા ભાજપના સુત્ર 'સૌનો સાથ સૌનો વિકાસ'ને અનુસરી જંગી મતોથી જીત્યા તે આનંદની વાત ગણાય. જવાહરભાઇએ સર્વ સમાજના સ્વીકૃત હોવાનું પૂરવાર કરી બતાવ્યુ છે. સન્માનના પ્રત્યુતરમાં કેબીનેટ મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડાએ ગદ્દગદીત થઇને જણાવેલ કે હું ઘણા વર્ષોથી જાહેર જીવન સાથે સંકળાયેલો છુ. સમાજ અને આમ આદમીની સેવા કરવી એ જ મારો ધ્યેય છે. મારી ઉપર પ્રેમ વરસાવનાર સૌના વિશ્વાસને હું એળે જવા નહીં દઉ. અંતમાં આહીર સમાજના પીઢ આગેવાન કાનાબાપા કાનગડે આશીર્વચનો વરસાવ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા વિક્રમભાઇ ખીમાણીયા, હિતેશભાઇ મેતા, પ્રદીપભાઇ ડવ, મયુરભાઇ ખીમાણીયા, શૈલેષભાઇ ડાંગર, સુરેશભાઇ ચાવડા, પ્રવિણભાઇ સેગલીયાએ જહેમત ઉઠાવી હતી.

(3:35 pm IST)