Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

શ્રી ઉમિયા માતાજી જન્મ જયંતિ નિમિતે રાજકોટમાં વિશાળ શોભાયાત્રા : ઠેરઠેર સ્વાગત

રાજકોટ : કડવા પાટીદારોના કુળદેવી શ્રી ઉમિયા માતાજીની જયંતિ નિમિતે શ્રી ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરીટેબલ ટ્રસ્ટ આયોજીત શોભાયાત્રાને રાજકોટના પશુપતિનાથ મંદિરેથી સાંસદ મોહનભાઇ કુંડારીયા સહીતના આગેવાનોએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. ભજન કિર્તનની રમઝટ સાથે મા ઉમિયાના જય ઘોષના નાદ સાથે વિશાળ શોભાયાત્રા શહેરના વિવિધ રૂટ પર સવારથી બપોર સુધીની ૧૮ કિ.મી. લાંબી માં ઉમિયાના રથ સાથેની આ શોભાયાત્રાનું ઠેરઠેર સ્વાગત કરી માતાજીના દર્શનનો લાભ લીધો હતો. રાત્રે મહાઆરતી અને માયાભાઇ આહીરના લોકડાયરાના કાર્યક્રમની રમઝટ વચ્ચે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કડવા પાટીદારોના કુળદેવી ઉમિયા માતાજીની જન્મ જયંતિ નિમિતે યોજાયેલ આ શોભાયાત્રાને પશુપતિનાથ મંદિરેથી પ્રસ્થાન કરાવાયુ તે પ્રસંગે સાંસદ મોહનભાઇ કુંડારીયા, શિવલાલભાઇ આદ્રોજા, અરવિંદભાઇ પાણ, મુળજીભાઇ ભીમાણી, દિનેશભાઇ અમૃતીયા, વિજયાબેન વાછાણી, હરીભાઇ કણસાગરા, અશોકભાઇ દલસાણીયા, મનસુખભાઇ કાલરીયા સહીતના શ્રેષ્ઠીઓ તથા સંસ્થાના અગ્રણીઓ ઉપીસ્થત રહ્યા હતા. સાફામાં સજજ યુવાનો બુલેટ, બાઇક અને મહીલાઓ એકટીવા સાથે બહોળી સંખ્યામાં શોભાયાત્રામાં સામેલ થયા હતા. પશુપતીનાથ મંદિરેથી શરૂ થયેલ આ શોભાયાત્રા લક્ષ્મીનગર, આનંદ બંગલા ચોક, સ્વામીનારાયણ ચોક, ગુરૂપ્રસાદ, ગોકુલધામ, દ્વારકાધીશ, જલજીત, ઉમિયાજી ચોક, મવડી ચોકડી, બાલાજી હોલ, નાનામૌવા સર્કલ, કે.કે.વી. ચોક, ઇન્દીરા સર્કલ, કોહીનુર એપા., રવિરત્ન પાર્ક, પટેલ કન્યા છાત્રાલય, ધોળકીયા સ્કુલ, સાધુ વાસવાણી રોડ, જનકપુરી મંદિર, યોગેશ્વર પાર્ક, આલાપ એવન્યુ, ચિત્રકુટ મહાદેવ, રાણી ટાવર, પરીમલ સ્કુલ, સત્ય સાંઇ હોસ્પિટલ, આલાપ હેરીટેઝ, પ્રદ્યુમનપાર્ક, સૌરભ બંગ્લોઝ, આલાપ ટવીન ટાવર, અલય પાર્ક, સ્પીડવેલ પાર્ટી પ્લોટ, શ્યામલ સ્કાય લાઇફ, શ્યામેશ્વર મહાદેવ મંદિર, કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે આરતી સાથે સમાપન કરાશે.  ઠેર ઠેર સ્વાગત સત્કારની તૈયારી સાથે ઠંડા પીણા, છાસ, સરબત, ચા પાણીની વ્યવસ્થાઓ કરાઇ હતી. ૧૪ જેટલા સ્થળોએ સ્વાગત તેમજ દર્શન પોઇન્ટ રાખવામાં આવ્યા હતા. આ શોભાયાત્રામાં શિક્ષણ, સ્વાસ્થ્ય, યોગ, પર્યાવરણ, બેટી બચાવો જેવા વિષયો પર ફલોટ જોડાયા છે. ઇન્દીરા સર્કલ ખાતે શહેર ભાજપ દ્વારા સ્વાગત કરાયુ હતુ. શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, ગુજરાત મ્યુ. ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ સહીતના ભાજપ સંગઠનના પદાધિકારીઓ તથા કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. જે. કે. ચોક પાસે, ઉમિયાન માતાજી મંદિર સિદસરની નવનિર્મિત ઓફીસ ખાતે મંદિરના ટ્રસ્ટીઓ જેરામભાઇ વાંસજાળીયા, વલ્લભભાઇ ભલાણી, જયંતિભાઇ કાલરીયા, પરસોતમભાઇ ફળદુ, રમણીકભાઇ ભાલોડીયા સહીતના તથા કારોબારી સભ્યોએ માતાજીના રથનું સ્વાગત કરેલ. સ્પીડ વેલ પાર્ટી પ્લોટ ખાતે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના મહેન્દ્રભાઇ ફળદુ, જે. ડી. કાલરીયા, પ્રવિણભાઇ કનેરીયા સહીતના હોદેદારોએ સ્વાગત કરેલ. હૈયેહૈયુ દળાય તેવી મેદની શોભાયાત્રામાં જોડાઇ હતી. આ દરમિયાન કર્ણાવતી પાર્ટી પ્લોટ ખાતે લોકડાયરો યોજવામાં આવેલ. જયાં ઉમિયા માતાજી મંદિર સિદસરના ઉપપ્રમુખ જેરામભાઇ વાંસજાણીયાએ સંગઠન અને એકતાની વાત પર પ્રવચન આપેલ. સંસ્થાના પ્રમુખ વિનુભાઇ મણવરે સંસ્થાનો પરીચય રજુ કરી સ્વાગત પ્રવચન કરેલ. મહાઆરતીમાં મૌલેશભાઇ ઉકાણી સહીતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આભારવિધિ પ્રફુલભાઇ કાથરોટીયાએ કરી હતી. મહઆઆરતીમાં મૌલેશભાઇ ઉકાણી, અતિથિ વિશેષ તરીકે પૂર્વ મંત્રી ચીમનભાઇ શાપરીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, નાથાભાઇ કાલરીયા, ઉમિયા માતાજી મંદિર સિદસરના મંત્રી જયેશભાઇ પટેલ, જેન્તીભાઇ કાલરીયા, કાંતિભાઇ માકડીયા, રાજનભાઇ વડાલીયા, પ્રવીણભાઇ ગરાળા, ધીરૂભાઇ ડઢાણીયા ઉપસ્થિત રહેલ. કાર્યક્રમનું સંચાલન સી.એન. જાવીયા તથા પિન્ટુ ટીલવાએ કરેલ. સંસ્થા દ્વારા આયોજીત રકતદાન શીબીરમાં ૩૬૦ બોટલ રકત એકત્ર થયેલ. ડાયરામાં જાણીતા લોકસાહીત્યકાર અને હાસ્યકાર માયાભાઇ આહીરે જમાવટ કરી હતી. સમગ્ર આયોજનમાં ઉમિયા પદયાત્રિક પરિવાર ચેરટેબલ ટ્રસ્ટના પ્રમુખ વિનુભાઇ મણવર, ઉપપ્રમુખ અતુલભાઇ ભુત, મંત્રી ધર્મેન્દ્રભાઇ ઉકાણી, સહમંત્રી જેન્તીભાઇ ભાલોડીયા, ખજાનચી ભુપતભાઇ જીવાણી, ટ્રસ્ટી રાજુભાઇ ત્રાંબડીયા, કાંતિભાઇ કનેરીયા, સંસ્થાના કારોબારી પ્રમુખ પ્રફુલભાઇ દેત્રોજા, ઉપપ્રમુખ અશ્વિનભાઇ બરોચીયા, મંત્રી પિનલભાઇ ટીલવા, સહમંત્રી મોહનભાઇ ફળદુ, ખજાનચી નિરજભાઇ મણવર, વિશાલ બોડા, અર્જુૂન બરોચીયા, અનિલભાઇ કનેરીયા, કનક મેંદપરા, નિલેશભાઇ હીંસુ, પાર્થ કોરીંગા, ભરતભાઇ દેત્રોજા, દિપકભાઇ ભુત, કમલેશભાઇ ગલાણી, મયુર ડેડકીયા, પ્રશાંત ડેડકીયા, સમીર ફળદુ વગેરેએ જહેમત ઉઠાવી હતી. ઉમિયા માતાજી મંદિર સીદસર, ઉમિયા પરિવાર સંગઠન સમીતી રાજકોટ, ઉમા યુવા શકિત મહીલા મોરચો, ઉમિયા સોશ્યલ ગ્રુપ, કલબ યુવી, માનવ કલ્યાણ મંડળ તથા સમસ્ત કડવા પાટીદાર સંસ્થાઓનો સહયોગ પ્રાપ્ત થયો હતો. તેમ મીડીયા ઇન્ચાર્જ રજનીભાઇ ગોલે જણાવેલ છે.

(3:34 pm IST)
  • પ્રારંભે સેન્સેકસ-નીફટી ઉછળ્યા : શેરબજારમાં તેજીનો માહોલ સવારે ૧૦-૧પ કલાકે સેન્સેકસ ર૭૧ પોઇન્ટ વધીને ૩૯૮૮૭ તથા નીફટી ૮૦ પોઇન્ટ વધીને ૧૧૯પ૦ ઉપર છેઃ ડોલર સામે રૂપિયો ૬૯.૪૪ ઉપર ટ્રેડ કરે છે access_time 11:36 am IST

  • દિલ્હીમાં આજે ઓલ ટાઈમ હાઈ ગરમી : ૪૮ ડિગ્રી : ભયાનક હીટ-વેવમાં પાટનગર :૯ જૂન ૨૦૧૪ નો ૪૭.૮ ડિગ્રીનો રેકોર્ડ આજની ગરમીએ તોડી નાખ્યો access_time 11:29 pm IST

  • વાયુ" વાવાઝોડું ૧૨ સુધીમાં જોર પકડી સૌરાષ્ટ્ર તરફ આગળ વધશે.: સૌરાષ્ટ્ર માટે ધ્યાન રાખવા જાણીતા વેધર એનલિસ્ટની તાકીદ : ૧૦ જૂને મોડેથી હવાનું હળવું દબાણ વાવાઝોડું "વાયુ" માં ફેરવાય જશે અને ૧૨ જૂન સુધીમાં ઝડપભેર: વધુ ઉગ્ર બની આગળ વધશે તેમ જાણીતા વેધર એનાલિસ્ટ અક્ષય દેવરસે ટ્વિટ કરી જણાવ્યું છે.:આ વાયુ વાવાઝોડાથી મહારાષ્ટ્ર ઉપર સીધુ કોઈ જોખમ નથી પરંતુ સૌરાષ્ટ્ર ઉપર ખાસ નજર રાખવા શ્રી અક્ષય દેવરસ ટ્વિટર ઉપર જણાવે છે. access_time 1:30 am IST