Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

માંડા ડુંગર પાસે બાઇક પર સ્ટંટ કરવાની ના પાડતાં કરણને કાનાએ પાઇપથી ફટકાર્યો

પોતાનું બાઇક બીજા બાઇકમાં અથડાવી નુકસાન કરી માથે જતાં ડખ્ખો કર્યો

રાજકોટ તા. ૧૦: આજીડેમથી આગળ માંડા ડુંગર પાસે જૈન દેરાસર નજીક રહેતાં અને કારખાનામાં કામ કરતાં કરણ હિતેષભાઇ પરમાર (ઉ.૨૨) નામના વણકર યુવાનને આ વિસ્તારમાં જ રહેતાં કાના નામના શખ્સે પાઇપથી માર મારી પગે ઇજા કરતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

હોસ્પિટલ ચોકીના મહેન્દ્રભાઇ પરમાર અને રાજદિપસિંહ ચોૈહાણે આજીડેમ પોલીસને જાણ કરી હતી. કરણના ભાઇના કહેવા મુજબ કાનો શેરીમાં પોતાના બાઇકથી સ્ટંટ કરતો હતો અને તેનું બાઇક અમારા બાઇકમાં અથડાતાં તેમાં નુકસાન થયું હતું. આ બાબતે તેને ધ્યાન રાખવાનું કહેતાં ઉશ્કેરાઇ ગયો હતો અને પાઇપથી હુમલો કરી ભાગી ગયો હતો.

જામનગરના ટ્રકચાલક પર રાજકોટમાં લાકડીથી હુમલો

જામનગરમાં સિક્કાના પાટીયા પાસે રહેતાં પુરણસિંગ અનોપસિંગ રાઓલ (ઉ.૪૫) ટ્રક લઇ માધાપર ચોકડી પાસેથી પસાર થઇ રહ્યા હતાં ત્યારે અજાણ્યા શખ્સે ઝઘડો કરી લાકડીથી માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ગાંધીગ્રામ પોલીસને જાણ કરાઇ હતી.

(12:07 pm IST)