Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

ગુરૂ- શુક્ર- શનિ સારા વરસાદના વાવડ

વાવાઝોડુ 'વાયુ' ૧૩મીએ વેરાવળ અને દ્વારકાના દરિયાકિનારે ત્રાટકશેઃ પશ્ચિમ સૌરાષ્ટ્ર- પશ્ચિમ કચ્છ, ગીર સોમનાથ- જુનાગઢ- પોરબંદર- દ્વારકામાં સારા વરસાદની શકયતાઃ આવતીકાલથી અસર બતાવશેઃ બફારો- ઉકળાટ પ્રર્વતશે

રાજકોટ,તા.૧૦: આ સપ્તાહમાં વરસાદ માટે સારા સંજોગો ઉજળા થયા છે. સિસ્ટમ્સ વધુને વધુ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તીત  થઈ રહી છે. ગરમીમાં આંશિક રાહત મળશે પણ અસહય ઉકળાટ બફારાનો અનુભવ થશે.

હવમાનની એક ખાનગી સંસ્થાએ જણાવ્યું છે કે સિસ્ટમ્સ ડીપ્રેશનની માત્રાએ પહોંચી છે. જે આગળ વધીને ૧૩મીએ મજબૂત બની વાવાઝોડામાં પરીવર્તીત થશે. વિવિધ યુરોપીયન ફોરકાસ્ટ મોડલ જણાવે છે કે વાવાઝોડુ 'વાયુ' ૧૩મીએ દ્વારકા અને વેરાવળના દરિયાકિનારે ત્રાટકશે.

જેની અસરથી તા.૧૩,૧૪, ૧૫ (ગુરૂ, શુક્ર, શનિ) પશ્ચિમ કચ્છના ગીરસોમનાથ, જુનાગઢ, પોરબંદર અને દ્વારકામાં સારા વરસાદની શકયતા છે. જેની અસર આવતીકાલથી વર્તાવા લાગશે.

 

(12:06 pm IST)