Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કાકડા (ટોન્સિલ્સ) બાળકો અને યુવાનોમાં થતી પીડાદાયક વ્યાધીઃ અનિયમીત જીવનશૈલી અને અપોષક ખોરાકને લીધે અસહ્ય પીડા આપે છે

કાકડા (ટોન્સિલ્સ)ના લક્ષણો અને આયુર્વેદ પધ્ધતિ મુજબ ઉપાયો

રાજકોટ : ઝાળાની અંદર બેકટેરીયલ ઇન્ફેકશન થવાથી કાકડા એટલે કે ટોન્સિલ્સ થઇ જાય છે. કાકડાએ અત્યારના સમયમાં બાળકો અને યુવાનોને સતાવતી વ્યાધી છે, જે ઋતુ બદલતા વધુ જોવા મળે છે. ટોન્સિલ્સનો દુખાવો અનેકવાર એટલો વધી જાય છે કે ખાવા પીવાના સમયે પણ ખૂબ સમસ્યા થાય છે. તેમાં ગળાની ખરાશ કાયમ રહે છે. જો તેનો ઇલાજ સમયસર ન કરાઝયો તો આ ખૂબ નુકશાનકારક સાબિત થઇ શકે છે.

બાળકોને સામાન્ય રીતે કફજન્ય વ્યાધી સતાવે છે. આયુર્વેદમાં જેનું તુંડીકેરી તરીકે આલેખન મળે છે. તુંડી= મુખ અને કેરી= સ્થાન. આ વ્યાધીનું વર્ણન ચરકસંહિતામાં મુખરોગ, સુશ્રુત ગ્રંથમાં તાલુગત રોગ અને વાગ્ભટ્ટ દ્વારા લિખીત ગ્રંથ અષ્ટાંગ હૃદયમમાં કંઠગત રોગ તરીકે કરાયુ છે. કાકડાએ ગળાના ઉપરના ભાગે જીભના મુળમાં બંને બાજુએ આવેલ છે. જે મુખના પ્રવેશ દ્વારથી જ કોઇપણ વાઇરસ કે બેકટેરીયા શરીરમાં પ્રવેશતા અટકાવે છે. અને શરીરના ડીફેન્સ મિકેનીઝમ (રોગપ્રતિકારક) તરીકે કામ કરે છે.

કાકડા થવાના મુખ્ય કારણોમાં ખોરાક અને જીવનશૈલીની અનિયમિતતા મુળભુત કારણ છે. ખોરાકમાં આથાવાળા પદાર્થો, બેકરી આઇટમો, તૈલી પદાર્થો, નોનવેજ, માછલી, દૂધની બનાવટો, ચોકલેટ, અડધ, મુળા, ભીંડો, કેળા જેવા ભારે ચીકાશવાળા પદાર્થો અને ઠંડાપીણાના સેવનથી થાય છે. શરીરમાં કોઇ વાઇરસ કે બેકટેરીયાનો ચેપ લાગવાથી કે વારંવાર શરદી તાવ આવવાથી કાકડામાં સોજો આવી જવો, ગળામાં બળતરા થવી, ખુંચતું હોય તેવો દુઃખાવો થવો, મુખ દુર્ગંધયુકત રહેવુ, ખોરાક લેવામાં તકલીફ થવી, બોલવામાં અવાજ ભારે થઇ જવો, કાકડામાં રસી ઉત્પન્ન થવા જેવા લક્ષણો દેખાય છે. અવારનવાર પરેશાન કરતા કાકડાની પીડામાંથી વ્યવસ્થિત પરેજી રાખીને આયુર્વેદિક ઔષધીનું સેવન કરવાથી કાયમી સારૂ થઇ જાય છે. થોડા ઘણા ઇન્ફેકશનમાં કાકડા કાઢી નાખવાનું વિચારવું યોગ્ય નથી. કારણકે ગળામાં રહેલા કાકડાએ શરીરમાં પ્રવેશતા કોઇપણ ઇન્ફેકશન સામે બેરીયર (અવરોધ) નું કામ કરે છે.

રાજકોટના જાણીતા યુવા વૈદ્ય શ્રી સ્તવન શુકલ કે જેમણે આયુર્વેદની અકસીર ઔષધીથી અસંખ્ય દર્દીઓને ઘણી જટીલ બિમારીઓમાંથી સામા કર્યા છે. તેઓ દ્વારા રાજકોટમાં તેમની કિલનીક, વેદાંત ઔષધાલય, ૯ પ્રહલાદપ્લોટ, દિગ્વિજયરોડ રાજકોટ ખાતે ઉપર જણાવેલ વ્યાધીના ઉપચાર માટે ઔષધિઓ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેઓ જે દવાઓ આપે છે. તે બજારમાં મળતી દવાઓ નથી. પરંતુ તેઓ જાતે શાસ્ત્રોકત રીતે તૈયાર કરેલ ઔષધો આપવાના આગ્રહી છે. જે ઘણી અકસીર, સચોટ, અને અસરકારક છે અને કાકડા જેવી વ્યાધીનો જડમૂળથી નાશ કરી શકે તેવી છે. તેઓ માને છે કે જે શુધ્ધ ઔષધના મિશ્રણો વાપરે છે. તે બજારમાં મળવા શકય નથી. તેમના ઔષધ દરેક વ્યાધી માટે રામબાણ ઇલાજ છે. તેઓ કાકડાની બિમારી માટે ચુર્ણરૂપે ઔષધ આપે છે અને આયુર્વેદ ઉપચાર મુજબની પરેજીઓ સુચવે છે.

તેઓ જાતે જંગલો અને બીજા રાજયોમાં ફરી ઔષધો અને જડીબુટ્ટીઓ એકત્ર કરી વિવિધ હઠીલા રોગોની સફળ સારવાર કરે છે. વૈધ શ્રી સ્તવન શુકલના દાદા અને પરદાદા પણ જાણીતા વૈદ્યરાજ હતા. રાજકોટ અને આસપાસના વિસ્તારના લોકો કે જેમને કાકડાની વ્યાધીથી પીડાતા હોય તેમને ખાસ આ માટેની આયુર્વેદિક ઉપચારનો લાભ લેવા તેઓ ઇજન કરે છે. વધુ વિગત માટે વૈદ્ય શ્રી સ્તવન શુકલનો મો. ૯૮૨૪૦ ૯૦૦૦૮ પર સંપર્ક કરી શકાશે.

યુવાવૈદ્ય

શ્રી સ્તવન શુકલ

(મો.૯૮૨૪૦ ૯૦૦૦૮)

(12:04 pm IST)