Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

સ્કુલ ચલે હમ... શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનો પ્રારંભ...

રાજકોટ : છેલ્લા બે માસથી ઉનાળુ વેકેશનની રજાની મજા માણતા વિદ્યાર્થીઓ આજથી નવા શૈક્ષણિક સત્રના પ્રારંભથી શાળાઓમાં અભ્યાસ પ્રવૃતિમાં પરોવાયા છે. છેલ્લા દોઢ માસથી શૈક્ષણિક સંકુલો સુમસામ ભાસતા હતા તે આજે શાળાઓમાં પ્રથમ દિવસથી જ વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઉઠ્યા હતા. વિદ્યાર્થીઓ નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે નવા પુસ્તકો, નવા ડ્રેસ, નવા કલાસવર્ગમાં અભ્યાસાર્થે ગયા હતા. રાજમાર્ગો પર વિદ્યાર્થીઓની નોંધપાત્ર ચહલ-પહલ જોવા મળી હતી. પ્રસ્તુત તસ્વીરમાં શાળાઓમાં પ્રથમ દિવસથી જ આનંદ - કિલ્લોલ કરતાં અને શિક્ષણ કાર્યમાં કાર્યરત વિદ્યાર્થીઓ નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(12:00 pm IST)