Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

પોકેટકોપ મોબાઈલની મદદથી બે બાઈક ચોરીનો ભેદ ઉકેલતી ભક્તિનગર પોલીસ :બે આરોપીઓની ધરપકડ

ત્રિકોણબાગ શસ્ત્રીમેદાન પાસેથી ચોરેલા બે બાઈક સાથે ગુરુકુળ પાણીના ટાંકા પાસેથી બંનેને ઝડપી લેવાયા

રાજકોટ :પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ,જોઈન્ટ પોલીસ કમિશનર અજયકુમાર ચૌધરી,ડીસીપી જોન-1 રવિ મોહન સૈની તથા જોન-2 મનોહરસિંહ જાડેજા ,એએસપી એસ,આર,ટંડેલ ઈ,પૂર્વ વિભાગનાઓની સૂચના અન્વયે પો,.ઇન્સ,વી,કે,ગઢવી અને પો,સબ,ઇન્સ,પી,બી,જેબલીયા સાથે ડી સ્ટાફના પેટ્રોલિંગમાં હતા ત્યારે પો,હેડ,કો,રણજીતસિંહ ,પો,સબ,ઇસ, પી,બી,જેબલિયાને બાતમી મળેલ કે ઢેબર રોડ ગુરુકુળ પાણીના ટાંકા પાસેબે શખ્શો ચોરીના બે બાઈક્સ સાથે ઉભા છે

 આ બાતમીના આધારે બંનેને એક બાઈક નબરવાળું અને બીજું નંબર વગરના બાઈક્સ સાથે પકડી પડેલ બને રજી,નંબર અને ચેસીસ નંબર પોકેટકોપની મદદથી સર્ચ કરતા માલિકનો સંપર્ક થતા આ બાબતે પુછાતા નારાયણનગરમાંથી ચોરાયેલ અને ફરિયાદ આપી હતી બીજા બાઇકના ચેસીસ નંબર સર્ચ કરતા અને માલિકનો સંપર્ક કરતા શસ્ત્રી મેદાન પાસેથી ચોરાયાનું જણાવેલ ,આમ બંને બાઈક ચોરીનો ભેદ પોકેટકોપની મદદથી ભક્તિનગર પોલીસે ઉકેલી કાઢ્યો છે

આ અંગે આરોપી હેમંત ચનાભાઈ સિંધવ ઉ,વ, 38 રહે સૂફી સજાળિયા ગામ અને નરેશ છગનભાઇ જોગીયાળી ઉ,33 રહે રાજકોટને પકડી બંને બાઇકને રિકવર કરેલ છે

 આ કામગીરીમાં પો.ઇન્સ,વી,કે,ગઢવી,પો,સ,ઇન્સ,

પી,બી,જેબલીયા,પો,હેડ,કોન્સ,રણજીતસિંહ પઢારીયા વિક્રમભાઈ ગમારા,સલીમભાઇ મકરાણી પ્રતાપસિંહ રાણા હિરેનભાઈ પરંમાર દિવ્યરાજસિંહ ઝાલા મનીષભાઈ શિરોડિયા જોડાયા હતા

(8:48 am IST)