Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

દોઢસો ફુટ રોડ ઉપર ઓમનગર પાસે કાર અને એકટીવા વચ્‍ચે અકસ્‍માતઃ ૧ને ઇજા

રાજકોટઃ શહેરના દોઢસો ફુટ રીંગ રોડ પર આવેલા ઓમનગર નજીક બીઆરટીએસના બસ સ્‍ટેન્‍ડ પાસે એક વેગનઆર કાર ચાલકે પોતાની કાર પુરઝડપે ચલાવી એકટીવાને ઠોકર મારતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં કાર રોડની સાઇડમાં  ઘુસી જઇ ટ્રી ગાર્ડમાં ઉપર ચડી ગઇ હતી.  બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.  ત્‍યાર બાદ અકસ્‍માતમાં ઘવાયેલા એકટીવા ચાલકને હોસ્‍પીટલે ખસેડાયો છે. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(6:01 pm IST)