Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વિદેશી દારૂના ગુન્‍હામાં ૭ મહિનાથી ફરાર ચેતન ઉર્ફે દુંડીને ક્રાઇમ બ્રાન્‍ચે દબોચ્‍યો

રાજકોટ, તા., ૧૦: શહેરના એરપોર્ટ પોલીસ મથકમાં કબ્‍જે થયેલા વિદેશી દારૂના  ગુન્‍હામાં ૭ મહિનાથી ફરાર શખ્‍સને ક્રાઇમ બ્રાન્‍ચની ટીમે ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ એરપોર્ટ પોલીસ મથકમાં કબ્‍જે થયેલ દારૂના ગુન્‍હામાં નાસતા ફરતા શખ્‍સને ઝડપી લેવા પોલીસ કમિશ્નર શ્રી ખુરશીદ અહેમદે સુચના આપતા ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઇ. વાય.બી.જાડેજા, જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ પીઅસઆઇ બી.વી.બોરીસાગર, એએસઆઇ રાજદીપસિંહ, હરદેવસિંહ, કુલપદીપસિંહ,  શૈલેષભાઇ તથા ધર્મેન્‍દ્રસિંહ સહીતે પેટ્રોલીંગ દરમિયાન મોરબી રોડ રતનપર પાસેથી ચેતન ઉર્ફે દુંડી રાજુભાઇ સોલંકી (રહે. મોરબી રોડ, રામધામ સોસાયટી) ને પકડી લીધો હતો. આ શખ્‍સ વિદેશી દારૂના ગુન્‍હામાં ૭ મહિનાથી ફરાર હતો. 

(5:56 pm IST)