Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મીડિયા કલબની ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં ઇલેકટ્રોનિકસ મીડિયા વિજેતા

રાજકોટઃ મીડિયા કલબ આયોજીત ક્રિકેટ ટુર્નામેન્‍ટમાં અબતક અને ઇલેકટ્રોનીકસ-મીડીયા વચ્‍ચે ફાઇનલનો મહાજંગ ખેલાયો હતો. જેમા અતિ રોમાંચક અને ફોકસ વચ્‍ચે ઇલેકટ્રોનીકસ મિડીયાની અબતક સામે જીત થઇ હતી. માધવરાવ સિંધીયા ક્રિકેટ સ્‍ટેડીયમ ખાતે સોેરાષ્‍ટ્ર-કચ્‍છના ઇન્‍કમટેકસા ચીફ કમિશ્નર બી.એલ.મીણાના હસ્‍તે ટોસ ઉછાળવામાં આવ્‍યો હતો.  અબતક ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટીંગ કરતા ઇલેકટ્રોનીકસ મિડીયાએ નિર્ધારિત ૨૦ ઓવરમાં ૧૬૪ રન બનાવ્‍યાં હતા. જીત કકકડ અને નવનીતે  તોફાની બેટીંગ કરી હતી. જીતે ૬૨ રન સાથે ૩ વિકેટ પણ લીધી હતી. જવાબમાં અબતકે ૧૫૭ રન બનાવ્‍યાં હતા. આ પ્રસંગે મેયર ડૉ.પ્રદિપ ડવ, ફાઇનાન્‍સ બોર્ડના પૂર્વ ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ ઓબીસી સેલના પ્રમુખ ઉદયભાઇ કાનગડ, ધારાસભ્‍ય ગોવિંદભાઇ જે.વી.ધોળા.પ્રદેશ કોગ્રેસ સમિતિના મહામંત્રી મહેશભાઇ રાજપૂત, પૂર્વ કોર્પોરેટર ઘનશ્‍યામસિંહ જાડેજા, ભાજપ મહિલા અગ્રણી કાશ્‍મિરાબેન ઉપસ્‍થિત હતા. અબતક મિડીયાના મેનેજીંગ તંત્રી સતીષકુમાર મહેતા, તુષારભાઇ રાચ્‍છ અને કિન્‍નર આચાર્યએ જહેમત ઉઠાવી હતી. વિજેતા ઇલેકટ્રોનિકસ મિડીયાને ટ્રોફી અને ૭૧૦૦૦/-રૂપિયાનો રોકડ પુરસ્‍કાર તેમજ રનર્સઅપને રૂ.૧૧૦૦૦/-નો ચેક આપવામાં આવ્‍યો હતો.

(5:52 pm IST)