Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

જંગલેશ્વર પાસે કવાર્ટરમાં થયેલી મારામારી અને રાયોટના ગુન્‍હામાં સામેલ છ ઝડપાયા

રાજકોટ, તા., ૧૦: જંગલેશ્વર પાસે  આરએમસી કવાર્ટરમાં થયેલી મારમારી અને રાયોટના ગુન્‍હામાં સામેલ સગીર સહીત ૬ શખ્‍સોને ભકિતનગર પોલીસે પકડી લીધા છે.
જંગલેશ્વર આરએમસી કવાર્ટરમાં ગઇકાલે બે જુથ વચ્‍ચે મારામારી થતા ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઇ હતી. આ બનાવમાં પીઆઇ એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એન. હાથલીયા, એચ.એન.રાયજાદા, હે. કો. દિલીપભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, પુષ્‍પરાજસિંહ, વિશાલભાઇ અને રાજેશભાઇ સહીતના સ્‍ટાફે પેટ્રોલીંગ દરમિયાન જંગલેશ્વર આરએમસી કવાર્ટરમાં થયેલી મારામારી અને રાયોટના ગુન્‍હામાં સામેલ આરએમસી કવાટર્સમાં જ રહેતા અમન ઉર્ફે જાડો, સલીમભાઇ કાદરી,  અખ્‍તર ઉર્ફે કેકડો, સલીમભાઇ કાદરી, આફતાફ ઉર્ફે ટાલોક, સલીમભાઇ કાદરી, શહેનાઝ ઉર્ફે કારી શબીરભાઇ કાદરી અને કોઠારીયા મેઇન રોડ ઉપર રહેતો અરજણ ઉર્ફે બાપુ યાસીનભાઇ કાદરી તથા એક સગીરને પકડી લીધો હતો.

 

(4:06 pm IST)