Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

૧પમી ઓગસ્‍ટે રાજકોટ જીલ્લાના તમામ ૭પ અમૃત સરોવર ઉપર ધ્‍વજવંદન કરાશે : મોડલ સરોવર બનાવવા સૂચના

કલેકટરે સમીક્ષા બેઠકમાં તળાવ ફરતે બ્‍યુટીફીકેશન ઉપર પણ ખાસ ભાર મૂકયો ..

રાજકોટ તા. ૦૯ :  ૅઆઝાદી કે અમળત મહોત્‍સવૅ અંતર્ગત પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીએ દરેક જિલ્લામાં ૭૫ અમળત સરોવર કે જે માત્ર જળ સંચય જ નહીં પરંતુ  મોડેલ સરોવર  બને જ્‍યાં બ્‍યુટીફીકેશન સહિતની કામગીરી થાય તેવા સૂચનો  આપ્‍યા હતા . જે અંતર્ગત રાજકોટ જિલ્લા કલેકટર અરુણ  મહેશ બાબુના અધ્‍યક્ષસ્‍થાને ઔદ્યોગિક ગળહના પ્રતિનિધિઓ અને  અધિકારીઓ સાથે બેઠક યોજવામા આવી હતી.

જલ શક્‍તિ અભિયાન હેઠળ જન ભાગીદારી થકી રાજકોટ જિલ્લાના કુલ ૭૫ તળાવોને ઉંડા ઉતારવા, બ્‍યુટીફીકેશન, વોક-વે સહિતનું તળાવ નિર્માણ પામે તે માટે કલેકટર દ્વારા લોક ભાગીદારીથી આ કામો કરવા જણાવાયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સી.એસ.આર. અંતર્ગત કંપનીઓ દ્વારા ફંડ આપી લોક ઉપયોગી કાર્યો હાથ ધરવામાં આવતા હોય છે ત્‍યારે લોકો માટે પાણી પણ એટલું જ ઉપયોગી હોઈ જળ સંચય અભિયાનમાં લોકો જનભાગીદારીથી જોડાય તેમ કલેકટર  જણાવ્‍યું હતું. આગામી ૧૫ ઓગસ્‍ટના રોજ તળાવ કિનારે ધ્‍વજ વંદન કાર્યક્રમ કરી આ અભિયાનને દેશની આઝાદી સાથે પણ જોડાશે. 

આ બેઠકમાં જિલ્લા નિવાસી અધિક કલેકટર શ્રી કેતન ઠક્કર, જિલ્લા ઉદ્યોગ કેન્‍દ્રના અધિકારીશ્રી કે.પી. મોરી,જી. આઈ. ડી.સી.નાં ઇજનેર ડી.એમ.પટેલ,કે. ડી.સોલંકી,બી.એચ. ટિટા સહિતનાં અઘિકારીઓ તેમજ ઔદ્યોગિક સંસ્‍થાઓના પ્રતિનિધિઓ ઉપસ્‍થિત રહયા હતાં.

(3:59 pm IST)