Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સ્વાતંત્ર્ય-સેનાની દરબાર ગોપાળદાસ દેસાઈ - ભક્તિબાનાં સ્મૃતિ-સ્થળો રાજકોટ અને વસો ખાતે ‘મેઘાણી-સાહિત્ય’ કોર્નરની સ્થાપના

આઝાદી પહેલા ૧૯૨૨માં પોતાનું રાજ ત્યાગીને પ્રજાને સોંપનાર સહુપ્રથમ રાજવી દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છેઃ ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ‘ગુજરાત ગૌરવગાથા શ્રેણી’ અંતર્ગત : દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબા વિશે ૧૦૦-પાનાંની પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે.

રાજકોટ, તા. ૧૦ : મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલના નિકટના સાથી, સ્વાતંત્ર્ય-સેનાની, આઝાદી પહેલા ૧૯૨૨માં પોતાનું રાજ ત્યાગીને પ્રજાને સોંપનાર સહુપ્રથમ રાજવી, ભારતીય બંધારણ સભાના સ્થાપક સભ્ય, ઢસા (જિ. અમરેલી) અને રાય-સાંકળી (જિ. સુરેન્દ્રનગર)ના દરબાર ગોપાળદાસ દેસાઈ અને ઍમનાં ધર્મપત્ની સ્વાતંત્ર્ય-સેનાની ભક્તિબાનાં સ્મૃતિ-સ્થળોઍ રાજકોટ અને વસો ખાતે મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના કરવામાં આવી છે. આઝાદી કા અમૃત મહોત્સવ તથા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મજયંતી વર્ષ અંતર્ગત દરબાર ગોપાળદાસ દેસાઈ ભક્તિબાનાં પુત્ર ડૉ. બારીન્દ્રભાઈ દેસાઈ તથા લોકસેવક, સ્વાતંત્ર્ય-સેનાની વજુભાઈ શાહ - પૂર્વ સાંસદ જયાબેન શાહનાં પુત્ર ડૉ. અક્ષયભાઈ શાહ પુત્રવધૂ અનારબેન શાહના સહયોગથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા આ પ્રેરક અભિયાનનો આરંભ કરવામાં આવ્યો છે. દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનાં અનેક લાગણીસભર સંભારણાં છે તેથી આનું વિશેષ મહત્વ છે.

પિનાકી મેઘાણી અને ડો. અ?ક્ષયભાઈ શાહની બન્ને સ્થળોઍ વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

સૌરાષ્ટ્ર રાજ્યના પ્રજાવત્સલ મુખ્ય મંત્રી ઢેબરભાઈ, દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબાની પ્રેરણાથી ૧૯૪૬માં સ્થપાયેલ ઐતિહાસિક કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય સંકુલમાં આવેલ ઢેબરભાઈ પુસ્તકાલય ખાતે ખાદીરચનાત્મક ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થા સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના પ્રમુખ અને ભારત સરકારના ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ (કે.વી.આઈ.સી.)ના પૂર્વ-અધ્યક્ષ દેવેન્દ્રભાઈ દેસાઈ, ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલનાયક ડો. અનામિકભાઈ શાહ, સહકારી ક્ષેત્રના અગ્રણી ધીરૂભાઈ ધાબલિયા, સંસ્થાનાં ટ્રસ્ટીઓ ઉર્મિલાબેન દેસાઈ, મધુભાઈ દોંગા, પ્રફુલ્લભાઈ ગોહિલ, રમેશભાઈ પટેલ, રમેશભાઈ ભાયાણી, નિયામક હીરાબેન માંજરિયા, સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિના મંત્રી પરાગભાઈ ત્રિવેદી અને દિપેશભાઈ બક્ષી, આચાર્યા વર્ષાબેન ડવ અને ચેતનાબેન આહ્ના, હોસ્ટેલ વિભાગના નીતાબેન ચૌહાણ, શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. ખ્યાતનામ ભજનિક-લોકગાયક હેંમતભાઈ ચૌહાણના પુત્રી અને શિક્ષિકા ગીતાબેન ચૌહાણ તથા શિક્ષક ભગાભાઈ ચુડાસમાઍ મેઘાણી-ગીતોનો આસ્વાદ કરાવ્યો હતો.   

ચરોતરનું મોતી તરીકે ઓળખાતા કેળવણીકાર મોતીભાઈ અમીન અને દરબાર ગોપાળદાસ દેસાઈની પ્રેરણાથી ૧૯૧૮માં સ્થાપિત ઐતિહાસિક વસો કેળવણી મંડળ (જિલ્લો ખેડા) સંચાલિત ઍ. જે. હાઈસ્કૂલ ખાતે પ્રમુખ દિનેશભાઈ પટેલ, મંત્રી અતુલભાઈ અમીન, સહમંત્રી ઉદયભાઈ પટેલ, મનિષભાઈ અમીન અને નૃપલભાઈ પટેલ, સભ્યો શૈલેષભાઈ પટેલ અને દિગંતભાઈ વ્યાસ, આચાર્ય વિશાલભાઈ પટેલ, પૂર્વીબેન પંચાલ, મીનાબેન પટેલ, જીગ્નેશભાઈ પરમાર, બિંદુબેન દલવાડી, વિપુલભાઈ પટેલ, વિપુલભાઈ શર્મા, શિક્ષકો અને વિદ્યાર્થીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. શિક્ષક યોગેશભાઈ મુથલીયાઍ ઝવેરચંદ મેઘાણીના જીવન અને કાર્ય વિશે રજૂઆત કરી હતી. શિક્ષક નીરજભાઈઍ લોકપ્રિય ગીત કસુંબીનો રંગ રજૂ કર્યું હતું.  

પિનાકી મેઘાણી - ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાનની પ્રેરણાથી અત્યાર સુધી સમગ્ર ગુજરાતમાં વિવિધ લાયબ્રેરી, શાળા, કોલેજ, સરકારી કચેરી, પોલીસ સ્ટેશન, જેલ ખાતે ૯૦ જેટલાં મેઘાણી-સાહિત્ય કોર્નરની સ્થાપના થઈ છે. ઝવેરચંદ મેઘાણી લિખિત કવિતા, નવલકથા, નવલિકા, નાટક, જીવન-ચરિત્ર, ઈતિહાસ, પ્રવાસ-વર્ણન, લોકસાહિત્ય સંશોધન અને વિવેચન, લોકગીતો, લોકકથાઓ ઍવાં વિવિધ વિષયોનાં ૭૫ જેટલાં પ્રાપ્ય પુસ્તકો ૬ƒƒ૧ ફૂટનાં કલાત્મક કાચનાં કબાટમાં વિષયવાર મૂકવામાં આવે છે.

ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ગુજરાત ગૌરવગાથા શ્રેણી અંતર્ગત પ્રથમ ચરણમાં દરબાર ગોપાળદાસ દેસાઈ અને ભક્તિબા વિશે ૧૦૦-પાનાંની પુસ્તિકા પ્રગટ કરવામાં આવી છે જે ખાસ ઉલ્લેખનીય છે. 

આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી 

  ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન  (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(3:54 pm IST)