Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ફરજમાં રૂકાવટ અને મારામારીના ગુનામાંસાત માસથી ફરાર કાકા-ભત્રીજો ઝડપાયા

ભકિતનગર પોલીસે રજાક અને ભત્રીજા મોઇનબીનને દેવપરા ચોક પાસેથી દબોચ્‍યા

રાજકોટ તા.૧૦: શહેરના ભકિતનગર પોલીસ મથકમાં નોંધાયેલા ફરજમાં રૂકાવટ અને મારામારીના ગુનામાં ફરાર કાકા-ભત્રીજાને દેવપરા ચોક પાસેથી પકડી લીધા છે.

મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથક હેઠળના વિસ્‍તારમાં થયેલી ફરજમાં રૂકાવટ અને મારમારીના ગુનામાં સામેલ બે શખ્‍સો દેવપરા ચોકમાં ઉભા હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડકોન્‍સ. દીલીપભાઇ બોરીચા, કોન્‍સ. મનીષભાઇ ચાવડા, વિશાલભાઇા દવે અને પુષ્‍પરાજસિંહ ગોહિલને બાતમી મળતા દેવપરા ચોકમાંથી રજાક દાઉદભાઇ કુરેશી (ઉ.વ.૪૪) (રહે. જંગલેશ્વર શેરી નૈ.૨૪) અને તેનો ભત્રીજો મોઇનબીન ઇમ્‍તીયાઝ બીનકશીરી (ઉ.વ.૨૬) (રહે. અંકુર સોસાયટી શેરી નં.૬ મેઇન રોડ ભવાની ચોક પાસે)ને પકડી લીધા હતા અને છેલ્લા સાત માસથી ફરાર હતા. આ કામગીરી પી.આઇ. એલ.એલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ હેડકોન્‍સ. દીલીપભાઇ  બોરીચા, કોન્‍સ. મનીષભાઇ ચાવડા, વિશાલભાઇ દવે, પુષ્‍પરાજસિંહ ગોહીલ દ્વારા કરવામાં આવી હતી.

(3:33 pm IST)