Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

મધર્સ ડે નિમિતે મનોદિવ્‍યાંગ દિકરીઓનું સન્‍માન

ભારતનગર ચોક, ૮૦ ફુટ રોડ ખાતે એકરંગ માનસિક વિકલાંગ (દિવ્‍યાંગ) દિકરીઓની સંસ્‍થામાં મધર્સ ડેની ઉજવણી કરવામાં આવેલ. જેના ભાગ રૂપે સ્‍પે. ખેલ મહાકુંભમાં ઉંમર પ્રમાણેની મહિલા કેટેગરીમાં વિવિધ રમતોમાં નંબર લાવીને સ્‍પે. ખેલમહાકુંભની રમતોમાં વિજેતા બનેલ સંસ્‍થાની મનોદિવ્‍યાંગ દિકરીઓને સન્‍માનીત કરવામાં આવેલ. સંસ્‍થાના સંચાલક પ્રમુખ દિપીકાબેન કમલેશભાઇ પ્રજાપતિએ સંસ્‍થાની દિકરીઓને અકલ્‍પનીય સિધ્‍ધીઓ હાંસલ કરવા બદલ પ્રમાણપત્ર ગીફટ તથા ચોકલેટ આપી મોઢું મીઠુ કરાવી અભિનંદન પાઠવ્‍યા હતા.

(3:32 pm IST)