Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પાટીદાર પ્રીમિયર લીગ ક્રિકેટ ટુર્નામેન્‍ટ : ફાઇનલમાં શ્રીજી ૧૧ નો વિજય

રાજકોટ : મોરબી રોડ ખાતે પાટીદાર પ્રીમિયર લીગ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ગત રવિવારે ફાઇનલ મુકાબલો હતો મન ૧૧ રાજકોટ અને તેની સામે છેલ્લા બે વર્ષથી ચેમ્‍પિયન થતું શ્રીજી ૧૧ આખરે શ્રીજી ૧૧ ને બાજી મારી હતી. આ ટુર્નામેન્‍ટ ને ખોડલધામ ના ચેરમેન  નરેશભાઈ પટેલ ના હસ્‍તે ખુલ્લી મુકવામાં આવી હતી ધારાસભ્‍ય ગોવિંદભાઇ પટેલ અને મેયર શ્રી પ્રદીપભાઈ ડવ ના હસ્‍તે ચેમ્‍પિયન ટ્રોફી અર્પણ કરવામાં આવી હતી ટુર્નામેન્‍ટ દરમિયાન  ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ મેયર પ્રદીપભાઈ ડવ, ધનસુખભાઈ ભંડેરી, જયેશભાઈ બોધરા મિતુલભાઈ દોન્‍ગા, ગોપાલભાઈ ઈટાલિયા, વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણી, પ્રવિણભાઇ સોરાણી કોર્પોરેટર નયનાબેન પેઢડીયા, મકબુલભાઈ પૂર્વ કોર્પોરેટર અશ્વિનભાઈ મોલિયા, મુકેશભાઈ રાદડિયા, ઠાકરશીભાઈ ગજેરા રસિકભાઈ વોરા તેમજ સામાજના આગેવાનો કર્નલ દઢાણીયા, મેજર સંજય રંગાણી, ક્રાઇમ બ્રાંચના પી.આઇ. ધોળા, આપના અગ્રણી શિવલાલ બારસીયા ઉપસ્‍થિત રહેલ. જેમાં બેસ્‍ટ બોલર  મૌલિક પટેલ (રાઇજિંગ સ્‍ટાર ૧૧) જેને ટુર્નામેન્‍ટ દરમિયાન ૧૦ વિકેટ લીધી હતી બેસ્‍ટ બેસ્‍ટમેન હાર્દિક પટેલ (શ્રીજી ૧૧) એને ટુર્નામેન્‍ટ દરમિયાન ૨૯૬ રન કર્યા હતા અને મેન ઓફ સિરીઝ પણ હાર્દિક પટેલ થયા હતા. આ ટુર્નામેન્‍ટ માં કુલ ૬૪ ટીમે ભાગ લીધો હતો તેમાં સારું પ્રદર્શન અને સારી વર્તુણક બદલ ફેર પ્‍લે એવોર્ડથી સોમનાથ બી ૧૧ (જસદણ) ને સન્‍માનિત કરવામાં આવેલ. વિજેતા ટિમ ને રોકડ પુરસ્‍કાર ૩૫૫૫૫/- અને ટ્રોફી અને રનર્સ અપ ટિમ ને ૧૫૫૫૫/- અને ટ્રોફી આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.  શ્રી ભોજલરામ ફાઉન્‍ડશેનના નેજા નીચે યોજાયેલ આ ટુર્નામેન્‍ટ ઘર બેઠા નિહાળવા માટે ત્રણ કેમેરા થી ઞ્‍વ્‍ઘ્‍ ની યુટયુબ ચેનલ સંત શ્રી ભોજલરામ ફાઉન્‍ડેશન ના ફેસબુક પેઇઝ ઉપર અને પીપીએલ ઇન્‍સ્‍ટાગ્રામ ઉપર લાઈવ દેખાડવામાં આવી હતી અને તેમાં લાખો લોકોએ નિહાળી હતી. સમગ્ર આયોજન ને સફળ બનાવવા ટ્રસ્‍ટ ના પ્રમુખ ભરાતભાઈ પીપળીયા તેમજ ટ્રસ્‍ટના ઉપપ્રમુખ અતુલભાઈ કમાણી, ચેતનભાઈ ચભાડીયા, ડો. પાર્થ ઢાંકેચા, વિશાલભાઈ રામાણી, કૈલાશભાઈ ચભાડીયા, ભુપતભાઇ કાનાણી, પરેશભાઈ લીંબસીયા, વિમલભાઈ મુંગરા, નિલેશભાઈ હાપલિયા અને અમિતભાઈ અણદાણીએ જહેમત ઉઠાવી હતી.

(3:27 pm IST)