Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ગુજરનાર પતિની મિલ્‍કત પર ‘‘જૈસે થે''ની સ્‍થિતિ જાળવી રાખવા રાજકોટ ફેમીલી કોર્ટનો હુકમ

રાજકોટ તા. ૧૦: ગુજરનાર પતિની મિલ્‍કત પર યથાવત પરિસ્‍થિતિ જાળવી રાખવા હુકમ રાજકોટ ફેમીલી કોર્ટે ફરમાવ્‍યો છે.

આ કેસની હકીકત જોવામાં આવે તો ગુજ. પાર્થકુમાર વિનોદભાઇ પંડયાના પત્‍નિ ખ્‍યાતિબેન પાર્થકુમાર પંડયા રહે. પોરબંદર દ્વારા રાજકોટની ફેમીલી કોર્ટમાં પોતાના ગુજ. પતિની તેમજ સંયુકત આવકમાંથી ખરીદ કરેલ સંયુકત માલીકીની મિલ્‍કત કે જે રાજકોટમાં રામાપીર ચોકડી પાસે આવેલ ર ફલેટો તેમજ ૧પ૦ ફુટ રીંગ રોડ ઉપર ઇંદીરા સર્કલ પાસે આવેલ કોમર્શીયલ કોમ્‍પલેક્ષમાં એક ઓફિસ ધરાવે છે. તેમાં ગુજ. પાર્થકુમાર વિનોદરાય પંડયાના કાયદેસરના ધર્મપત્‍નિ તરીકે પોતાના હકક, હિત, હિસ્‍સો રહેલ હોય જે મેળવવા માટે નામ. ફેમીલી કોર્ટમાં દાવો દાખલ કરેલ.

જે દાવા અનવ્‍યે આ કામના પ્રતિવાદી એટલે કે ગુજરનારના પિતા વિનોદભાઇ પંડયા રહે. પોરબંદર વાળાને નામ. કોર્ટ દ્વારા નોટીસ કરતા ત્‍યારબાદ તેઓ દ્વારા જવાબ વાંધા રજુ કરવા માટે મુદત માંગતા નામ. ફેમીલી કોર્ટ દ્વારા સમય પણ આપેલ. પરંતુ નામ. કોર્ટની મુદત દરમ્‍યાન તેઓ દ્વારા તેઓના પ્રતિનિધિ તરીકે વકીલ દ્વારા હાજર થયેલ તેમજ જવાબ રજુ ન થતા વાદીના એડવોકેટ દ્વારા જો અમો વાદીને સદરહું મિલ્‍કત ઉપર કોઇ રક્ષણ ન મળે તો આ કામના પ્રતિવાદી મિલ્‍કતનું વેચા, ગીરો, બક્ષીસ યા અન્‍ય કોઇપણ પ્રકારે મિલ્‍કત હસ્‍તાંતર કરી નાખવામાં આવે તો અમો વાદીને નાણાથી બદલો ન મળી શકે તેવું ગંભીર પ્રકારનું નુકશાન થાય તેમ છે. તેમજ વાદીનો રેકર્ડ જોતા પ્રથમદર્શનીય કેસ છેતેમજ સગવડતા અગવડતાની સમતુલાની દાંડી વાદીની તરફેણમાં જણાઇ આવે છે. તેથી વાદીના હકકોમાં અધિકારીનો કાયદા દ્વારા રક્ષણ મળે તે જરૂરી છે જેથી વાદી તરફે એડવોકેટ ધવલ જે. પડીયાની રજુઆત ધ્‍યાને લઇને નામ. કોર્ટ દ્વારા આ કામના પ્રતિવાદી દાવાનો જવાબ રજુ થતા સુધી ઉપરોકત મિલ્‍કતો સંબંધે પ્રતિવાદીએ હાલની જે સ્‍થિતિ છે તે યથાવત સ્‍થિતિ જાળવી રાખવી તેવો હુકમ નામ. ફેમીલી કોર્ટ, રાજકોટ દ્વારા કરવામાં આવેલ છે.

આ કામે વાદી તરફે ખ્‍યાતિબેન પાર્થકુમાર પંડયા પોરબંદર વાળા તરફે એડવોકેટ ધવલ જે. પડીયા રોકાયેલ હતા.

(3:27 pm IST)