Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોઇ પૂછતુ નથી ભાવ, શાસકોના ઝગડાનો પ્રભાવ, વિકાસનો અભાવ

ભાજપ પર ૪૪ ડીગ્રી જેવો ‘તાપ’ વરસાવતા અર્જુન ખાટરિયા

રાજકોટ તા. ૧૦ : જિલ્લા પંચાયતના વિપક્ષ કોંગ્રેસના નેતા અને જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અર્જુન ખાટરિયાએ પંચાયતમાં શાસક ભાજપના આંતરિક અસંતોષનો મુદ્દો ઉઠાવી આકરા પ્રહારો કર્યા છે. તેમણે સવા વર્ષના શાસનને નિષ્‍ફળ ગણાવ્‍યું છે.

અર્જુન ખાટરિયા જણાવે છે કે રાજકોટ જી.પ.માં રાજકોટની જીલ્લાની જનતા દ્વારા ર૦ર૧ ની ચૂંટણીમાં લોકોએ બહુમતીથી ભાજપને ચુંટીને મોકલી છે. જનતાને એવો વિશ્વાસ હશે કદાચ કે સત્તા પર ભાજપના શાસકોને બેસાડવાથી લોકહિતના વધુ વિકાસના કામો થાય પરંતુ છેલ્લા ૧ વર્ષ અને ૩ મહિના થયા આજ સુધી ભાજપના જી.પં.ના શાસકો દિશાહીન હોય અને વહીવટી બાબતમાં કોઇપણ પ્રકારની સૂઝબુઝ ન હોય તેમ જણાય છે. વિકાસના કાર્યો કરવાના હોય જી.પં.કચેરી પર રહેવાનું હોય અધીકારીઓ સાથે મળી અને એક તાલ મેલ સાથેના કામો કરવાના હોય આ બધી જ બાબતમાં ભાજપના શાસકો નિષ્‍ફળ નિવડયા છ.ે એક વર્ષ કરતા વધુ સમય વિતી ગયો હોવા છતા જી.પં.ના ભાજપના સભ્‍યો દ્વારા આજ સુધી સંકલન થઇ શકયું નથી. સભ્‍યોની અંદર અંદરની માથાકુટો ઝગડાઓ અને ગેરહાજરી આ તમામ વસ્‍તુથી કંટાળી ગ્રામ્‍ય કક્ષાએથી આવતા અરજદારો કચેરીના ધકકા ખાઇ નિરાશ થઇ પાછા ફરે છ.ે ૮૦% જી.પ.ના સભ્‍યોનો હરીરસ ખાટો થઇ ગયો છ.ે મોટા ભાગના સભ્‍યો તો સામાન્‍ય સભા સિવાય ડોકાતા નથી અને પ્રજાલક્ષી કામો ભુલી માત્ર ઝગડાઓ અને સંકલનનો અભાવ સ્‍પષ્‍ટ દેખાય આવે છ.ે

સમગ્ર જીલ્લાના લોકોમાં એવો આક્રોશ ઉભો થયો છે કે જી.પં.માં કામો થતા નથી અને લોકો આવવાનું બંધ કરી દીધું છે. આવી સ્‍થિતિમાં જી.પં.ના ભાજપના શાસકો દ્વારા વિકાસ કાર્યો છોડીને પ્રજાના પ્રશ્નોને મુકીને નિષ્‍ક્રીય સ્‍થિતીમાં ભાજપના શાસકો છે. મોટા ભાગની ઓફીસો સોમવાર અને ગુરૂવાર પણ બંધ જોવા મળે છે. જીલ્લાની પ્રજાએ જયારે આવડો મોટો જનાદેશ આપ્‍યો છે. ત્‍યારે ભાજપના શાસકો તેને ન્‍યાય આપવામાં નિષ્‍ફળ નિવડયા છે એવો જન આક્રોશ જોવા અને સાંભળવા મળે છે.તેમ અર્જુન ખાટરિયા જણાવે છ.ે

(4:16 pm IST)