Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

ફરી કેરોસીન ભડકે બળ્‍યું: ૩નો વધારો ઝીંકાતા ૮૩નું લીટરઃ ગરીબ કાર્ડ હોલ્‍ડરોમાં નિસાસા...

રાજકોટ તા. ૧૦ :.. દેશમાં કારમી મોંઘવારીની આગ ફાટી નિકળી છે. જેમાં ઇંધણ, ગેસ, અને જીવન જરૂરીયાતની વસ્‍તુઓના ભાવ હોમાતા સામાન્‍ય લોકોનું જીવન દુષ્‍કર બન્‍યુ છે. બે છેડા કેમ ભેગા કરવા તેની હાડમારી છે.

તેવામાં ગરીબોના ચુલા જેના ઉપર રંધાય છે તે કેરોસીનના ભાવમાં પણ પ્રચંડ વધારો થતા ગરીબી રેખામાં જીવતા નાના માણસો ઉપર તો જાણે આભ ફાટયુ હોય તેવો વખત આવ્‍યો છે. એક બાજુ ખાણી-પીણી, અનાજ, કઠોળ, શાકભાજી વગેરેનું માંડ ભેગુ થતુ તેવામાં રસોઇ રાંધવાના કેરોસીનના ભાવમાં તા. ૧ થી લીટરે રૂા. ૩ નો ભાવવધારો ઝીંકાતા રાડ બોલી ગઇ છે.

રાજકોટ શહેર-જીલ્લામાં બીપીએલ અને અંત્‍યોદય કાર્ડ હોલ્‍ડરને આપવામાં આવતો કેરોસીનનો જથ્‍થો કંડલા ડેપો અને વડોદરા ટર્મીનલથી આવે છે. આમ, ગરીબો તો દાઝયા ઉપર ડામ જેવી સ્‍થિતિમાં મુકાય ગયા છે. (પ-૧૦)

તાલુકાનું નામ        ૧ લીટરનો છૂટક વેચાણ ભાવ ૧ લીટરનો છૂટક વેચાણ ભાવ

              રૂા. પૈસા. (કંડલા ડેપો)            રૂા. પૈસા (વડોદરા ટર્મીનલ)

રાજકોટ શહેર ૮૧.૩૧                 ૮ર.૪૪

રાજકોટ તાલુકા       ૮૧.૩૧                 ૮ર.૪૪

ગોંડલ       ૮૧.૮૧                  ૮ર.૮૬

જેતપુર      ૮ર.ર૦                   ૮૩.૩૧

ધોરાજી      ૮ર.૪૩                  ૮૩.પપ

ઉપલેટા      ૮ર.૭૩                  ૮૩.૮૩

જામકંડોરણા ૮ર.ર૩                   ૮૩.ર૭

જસદણ      ૮ર.૦૬                  ૮ર.ર૪

વિંછીયા      ૮ર.૩૩                  ૮૧.૬૩

લોધીકા      ૮૧.૬૮                  ૮ર.૮૬

કોટડાસાંગાણી ૮૧.૭૦                 ૮ર.૮૧

પડધરી        ૮૧.૬૩                 ૮ર.૭પ

 

(2:59 pm IST)