Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા શૈક્ષણિક સત્રથી સ્‍પોર્ટસની આંતર કોલેજ કક્ષાની સ્‍પર્ધાઓનું આયોજન

કેમ્‍પસમાં રાષ્‍ટ્રીય-આંતરરાષ્‍ટ્રીય કક્ષાના મેદાનોમાં છાત્રો હિર ઝળકાવશેઃ વિદ્યાર્થીઓના હિતમાં કુલપતિ ગીરીશ ભીમાણીનો મહત્‍વનો નિર્ણય

રાજકોટ,તા. ૧૦ : સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા નવા સત્રથી સ્‍પોર્ટસની આંતર કોલેજ કક્ષાની તમામ સ્‍પર્ધાઓનું આયોજન સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે કરવાનો વિદ્યાર્થીલક્ષી મહત્‍વનો નિર્ણય સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિશ્રી પ્રો. ગીરીશભાઈ ભીમાણી દ્વારા કરવામાં આવેલ છે.

નરેન્‍દ્રભાઈ મોદીજીના ૅખેલો ઈન્‍ડિયૉના વિચારને મુર્તિમંત કરવા સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી દ્વારા આ નિર્ણય કરવામાં આવેલ છે.

ગુજરાત રાજય સરકારશ્રી દ્વારા  મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ દ્વારા પણ રાજયકક્ષાએ વિવિધ રાજયકક્ષાના રમતોત્‍સવનું આયોજન કરવામાં આવે છે ગુજરાતના યુવાનોને સ્‍પોર્ટ્‍સ માટે પ્રોત્‍સાહિત કરવામાં આવે છે.સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રો. ગીરીશભાઈ ભીમાણી એ જણાવ્‍યું હતું કે સૌરાષ્‍ટ્રના વિદ્યાર્થીઓ રમત-ગમતમાં આગળ આવે અને પોતાનામાં રહેલી સુષુપ્ત શક્‍તિઓને બહાર લાવી પોતાને ગમતી રમતોમાં ભાગ લઈ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ નામના મેળવી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરે એવા શુભ આશયથી સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી દ્વારા આ નિર્ણય કરવામાં આવેલ છે.

સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી કેમ્‍પસ ખાતે સ્‍પોર્ટ્‍સ માટેની સંપૂર્ણ સુવિધાઓ રહેલી છે. કેમ્‍પસમાં આંતરરાષ્‍ટ્રીય કક્ષાનો સ્‍વીમીંગ પુલ, ટર્ફ હોકી ગ્રાઉન્‍ડ, લોન ટેનીસ ગ્રાઉન્‍ડ, જ્‍યાં રણજી ટ્રોફી રમાએલ છે એવું સીઝન ક્રિકેટ ગ્રાઉન્‍ડ, સ્‍વામી વિવેકાનંદ ઈન્‍ડોર સ્‍ટેડીયમ, એથ્‍લેટિક્‍સ રમતોનું ગ્રાઉન્‍ડ જેવી રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાની સ્‍પોર્ટસ ફેસીલીટી ઉપલબ્‍ધ છે. સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાના રમત-ગમતના મેદાનોમાં પોતાનું કૌવત બતાવવાનો અવસર પ્રાપ્ત થાય અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ ઓલમ્‍પિક કક્ષાની રમતોમાં ભાગ લે એવી આશા સાથે આ વિદ્યાર્થીલક્ષી મહત્‍વનો નિર્ણય કરવામાં આવેલ છે.આ નિર્ણયથી રમતપ્રેમી વિદ્યાર્થીઓના જુસ્‍સામાં વધારો થશે અને સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સ્‍પોર્ટ્‍સમાં રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય કક્ષાએ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનું નામ ઉજાગર કરશે. તાજેતરમાં જ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓ એ રાષ્‍ટ્રીય કક્ષા એ ૅખેલો ઈન્‍ડિયા યુનિવર્સિટીૅ રમતોમાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્‍વ કરી સીલ્‍વર અને બ્રોન્‍ઝ મેડલ મેળવ્‍યા છે.

(2:57 pm IST)