Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શહેરનાં વિવિધ વિસ્‍તારમાંથી ૪૭ રેંકડી-કેબીન- ૧૯૪ અન્‍ય ચીજવસ્‍તુઓ- ૭૫૩ કિલો શાકભાજી-ફળો, ૩૬૭ બોર્ડ-બેનરો જપ્‍તઃ ૧.૫૩ લાખનો દંડ વસુલ્‍યો

 

રાજકોટઃ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જુદી જુદી જગ્‍યાએ જાહેર માર્ગો પર દબાણ રૂપ એવા રેંકડી-કેબીન, અન્‍ય ચીજવસ્‍તુઓ, શાકભાજી-ફળો જપ્તી તેમજ પશુઓને આપવામાં આવતું લીલું, બોર્ડ-બેનરો વગેરે જપ્ત કરવાની કામગીરી કરવામાં આવેલ છે. રસ્‍તા પર નડતર ૪૭ રેંકડી-કેબીનો  રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, ધરાર માર્કેટ, પાંજરાપોળ, પારુલ ગાર્ડન, મવડી મેન રોડ, પટેલ ક્‍ન્‍યા છાત્રાલય, વિમલ નગર મેન રોડ કૃષ્‍ણનગર મેન રોડ, ગાયત્રીનગર પરથી જપ્ત કરવામાં આવી હતી, જુદીજુદી  અન્‍ય ૧૯૪ પરચુરણ ચીજ વસ્‍તુઓ જપ્ત કરવામાં આવી હતી જે  ગાયત્રીનગર મેન રોડ, જયુબીલી, મવડી મેઈન રોડ, રેસકોર્ષ ગ્રાઉન્‍ડ, હોસ્‍પીટલ ચોક,  રેલવે જંક્‍સન, રૈયા રોડ,   ઢેબર રોડ,નંદનવન મેન રોડ, ચંદ્રેશનગર, કુવાવડા રોડ, પરથી  જપ્ત કરવામાં આવી હતી, ૭૫૩ કી.ગ્રા. શાકભાજી-ફળો કે જે ઉપયોગમાં લઇ શકાય તેમ ન હતા તેને નંદનવન મેન રોડ, પુષ્‍કરધામ મેન રોડ, મવડી મેન રોડ, જયુબિલી માર્કેટ, રેલ્‍વે જંક્‍શન પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા, તેમજ રૂ.૧,૪૮,૦૦૦/- વહીવટી ચાર્જ આજીડેમ ચોકડી, મહાપૂજા ધામ,  ત્રિકોણ બાગ, યુનિવર્સિટી રોડ, ચંદ્રેશનગર રોડ,રૈયા રોડ, માટેલ ચોક, મોરબી રોડ, ભાવનગર રોડ, જીમખાના પરથી વસુલ કરવામાં આવ્‍યો હતો, ૧,૫૩,૪૦૫/- મંડપ ચાર્જ જે જંક્‍શન રોડ, રેલ નગર, યાજ્ઞીક રોડ, મવડી રોડ, રૈયા રોડ,મોરબી જકાતનાકા ,  સેટેલાઇટ રોડ માંથી વસુલ કરવામાં આવ્‍યો હતો, અને  ૩૬૭ બોર્ડ-બેનરો જે ચંદ્રેશનગર મેન રોડ, કણકોટ ચોકડી, જેટકો ચોક, પરથી જપ્ત કરવામાં આવ્‍યા હતા.

(2:54 pm IST)