Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

માતૃભૂમિ ભારતમાતાનું સ્‍થાન મનુષ્‍યના જીવનમાં માં કરતા વિશેષ

જન્‍મ આપી માતા એક બાળકની મમતા અને માવજતમાં પોતાનું સર્વસ્‍વ ન્‍યોછાવર કરી અને અનેક અનુભવો સાથે નિસ્‍વાર્થ પ્રેમથી પોતાના બાળકને પાળી પોષી મોટુ કરે છે.કોઇપણ ઉંમરે માં પાસે બાળક નાનુ છે. જેથી માં ને ે ઇશ્વરનું  રૂપ માનવામાં આવે છે. ઇશ્વરે માંને અખુટ શકિત આપી છે.

આથી પોતાની શકિતથી આકાશના તારા અને ચાંદા પણ બાળકની મુઠ્ઠીમાં મુકી શકે છે. બાળકને કનૈયો પણ બનાવી શકે છે. શ્રી રામ પણ માતા જ બનાવી શકે છે. અર્જુન બનીને ધનુષ્‍ય ઉપાડવુ અને રાણી લક્ષ્મીબાઇ બની દેશનું માતૃભૂમિનુ અને ધર્મનું રક્ષણ કરવુ઼ તે માંજ કરાવી શકે છે. માં પોતાના સંતાનને સંત બનાવી શકે છે અને સેતાન પણ બનાવી શકે છે. તેથી પૃથ્‍વી પર દરેક જીવનો માં આધાર સ્‍થંભ છે.

ઉંમર વધતા બાળકને માં પોતાની રીતે જીવન જીવવા પોતાથી અલગ કરે છે. છતા પ્રેમતો સાથે હોયજ છે. માંની ગોદમાંથી જયારે ધરતી માના પોતાની માતૃભૂમિની ગોદમા માણસ શરણું લે છે. ત્‍યારે દરેક યુવાનો ઉપર માતૃભૂમિના રક્ષણની ફરજ આવે છે તે ભુલવુ નહી  જોઇએ.માતૃભૂમિ પ્રકૃતિ આપે પ્રાણ પાથરી અનેક સમસ્‍યાઓ સામે લડી આપણું રક્ષણ કરી રહી છે.ભારત આપણી માતા છે.અનેક દેવી દેવતા અને સંતોની ભૂમિના માટે યોગદાન આપવા સહુએ સંકલ્‍પ લઇ સાથ આપ પોતાની માતૃભૂમિનું રક્ષણ કરીએ એટલે સાચો મધર્સ ડે મનાવવાનો સંતોષ સાથે નવી પેઢીને સાચો વારસો આપશું તેજ માતૃદિન  કહેવાશે.

નવી પેઢીના નવયુવાનોને જાગૃતિનો સમય આવી ગયો છે. જન્‍મ દેનાર માતાને યાદ રાખીએ તેમ માતૃભૂમિ માટે ત્‍યાગ, બલીદાન અને ધર્મની રક્ષા માટે તૈયાર રહી સહુનો સાથ અને વિશ્વાસથી માતૃભૂમિની અનેક સમસ્‍યામાંથી બહાર લાવવા તન,મન,ધનથી પોતાની ફરજ બજાવી અને વિશ્વમાં ભારતનુ નામ રોશન કરવા સંકલ્‍પ લઇએ ભારતની પવિત્ર ભૂમિની પવિત્રતા સાંચવવા પ્રતિજ્ઞા લઇએ તોજ આપણી ભૂમિ પર જન્‍મેલા પરમ આત્‍માઓનો પવિત્ર વારસો સાંચવી શકીશું.

જન્‍મ દેનાર માતા સાથે માતૃભૂમિના  પ્રત્‍યે ફરજ નો સમય આવી ગયો છે કારણ કે જન્‍મ દેનાર માં પછી માતૃભૂમિનો મનુષ્‍યજીવનમા વિશિષ્‍ઠ ફાળો છે. તો આપણા રૂષિમુનીઓ એ આપેલ ધર્મ માતૃધર્મ,પિતૃધર્મ,દેશધર્મ સાથે પ્રકૃતિનું રક્ષણ કરીશું ત્‍યારે સાચો મધર્સ ડે ઉજવાશે.દેશ સુરક્ષિત તો કુટુંબ સુરક્ષિત સ્‍વપ્‍ના સાકાર કરવા સાથે મળી સંકલ્‍પ કરી  સિધ્‍ધિ     જાળવા માતૃભૂમિનુ રૂણ ચૂકવી અને આત્‍મગૌરવ વધારીએ મધર્સ ડે ના માતૃભૂમિને કોટીકોટી વંદન

(2:54 pm IST)