Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પોપટપરા શ્રી રામજી મંદિરે કાલે પાટોત્‍સવ

પૂજન, લઘુરામ યજ્ઞ, આરતી, બટુક ભોજન સહિતના કાર્યક્રમો

રાજકોટઃ પ.પૂ. રણછોડદાસબાપુ આશ્રમ (શ્રી સદ્દગુરૂ સદન ટ્રસ્‍ટ), રાજકોટ સંચાલિત શ્રી રામજી મંદિર, ૫/૧૨ પોપટપરા ખાતે આવતીકાલે તા.૧૧ બુધવારે  પાટોત્‍સવનું મંગલ આયોજન દરવર્ષની માફક આ વર્ષે પણ કરવામાં આવે છે.

આવતીકાલે સવારે ૬:૩૦ કલાકે શ્રી રામચંદ્રજી ભગવાનનું અભિષેક અને પુજન, મંદિરનાં ગર્ભગૃહમાં, સવારે ૮ કલાકે દેહ શુધ્‍ધી, ૮:૩૦ સ્‍થાપના તથા પુજન, ૯:૩૦ શ્રી લઘુરામ યજ્ઞ પ્રારંભ,  બપોરે ૧૨:૧૫ બીડુ હોમાશે. બાદ ૧૨:૩૯ કલાકે પાટોત્‍સવની ભવ્‍ય આરતી થશે. સાંજે ૫ વાગ્‍યાથી બટુક ભોજન રાખેલ છે.

ઉપરોકત ધાર્મિક કાર્યક્રમમાં યજ્ઞ, હવનનાં દર્શન કરવા તથા શ્રી રાઘવેન્‍દ્ર યુગલ સરકારશ્રીનાં દર્શન કરવા નિમંત્રણ પાઠવાયું છે.

(4:15 pm IST)