Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

માધાપર ચોકડી નજીક બંધ ટ્રકની પાછળ છોટાહાથી ઘુસી જતા બે મિત્રને ઇજા

ધવલ ગોંડલીયા અને મિત્ર રાજેશ સાટડાને સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા : લગ્નપ્રસંગમાં : મહેમાનોને તેડવા જતા વખતે બનાવ

રાજકોટ,તા. ૧૦ : માધાપર ચોકડી નજીક બંધ ટ્રકની પાછળ છોટાહાથી ઘુસી જતા બે મિત્રોને ઇજા થતા  બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા છે.

મળતી વિગત મુજબ દોઢ સો ફુટ ઓમનગરમાં પ્રજાપતિ સોસાયટી શેરી નં. ૪માં રહેતા ધવલ ભદ્રેશનભાઇ ગોંડલીયા (ઉવ. ૨૪) અને તેનો મિત્ર રાજેશ વાલાભાઇ સાટડા (ઉવ.૨૧) બંને રાત્રે છોટાહાથીમાં બેસી મોરબી રોડ જકાતનાકેથી માધાપર ચોકડી તરફ જતા હતા. ત્‍યારે માધાપર ચોકડી નજીક બંધ પડેલા ટ્રકની પાછળ છોટાહાથી ઘુસી જતા અકસ્‍માત સર્જાયો હતો. અકસ્‍માતમાં છોટાહાથીમાં બેઠેલા ધવલ અને રાજેશને માથા તથા શરીરે ઇજા થતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતા. આ બનાવમાં ઇજાગ્રસ્‍ત રાજેશ સાટડાના ભાઇ જયદીપના ગઇ કાલે લગ્ન હતા તેથી બંને મહેમાનોને તેડવા તથા મુકવા માટે જતા હતા. આ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે કાર્યવાહી કરી હતી.

(2:46 pm IST)