Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પ્રેમ મંદિર સામે હોકર્સ ઝોનમાં કામ કરતો એમપીનો સંતોષ સેન લાપતા

યુવાનના બંને હથેળીના ભાગે દાઝેલાનું નિશાન છે

રાજકોટ તા. ૧૦: કાલાવડ રોડ પર પ્રેમ મંદિર સામે આવેલ હોકર્સ ઝોનમાં કામ કરતો એમપીનો યુવાન લાપતા થતા તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવી છે.

મળતી વિગત મુજબ મધ્‍ય પ્રદેશનો વતની હાલ રાજકોટ કાલાવડ રોડ પ્રેમ મંદિરની સામે ભકિતધામ આશ્રમની બાજુમાં હોકર્સ ઝોનમાં રહેતો અને ત્‍યાંજ કામ કરતો સંતોષ વિજયલાલ સેન (ઉ.વ. ૩૦) ગત તા. ર૪/૩ના રોજ હોકર્સ ઝોનેથી વતન જવા માટે નિકળ્‍યા બાદ પોતાના વતનમાં ન પહોંચતા તેના પરિવારજનોએ તેની શોધખોળ આદરી હતી. પરંતુ તેનો કોઇ પતો ન લાગતા પરિવારજનોએ તાલુકા પોલીસ મથકમાં ગુમની નોંધ કરાવી હતી. સંતોષે બ્‍લ્‍યુ કલરનો ચેકસવાળો શર્ટ તથા બ્‍લ્‍યુ કલરનું જીન્‍સ પેન્‍ટ પહેરેલ છે. તેના બંને હાથની હથેળીના ભાગે અને ગળાના ભાગે જુનુ દાઝેલાનું નિશાન છે. જો કોઇને આ યુવાન જોવા મળે તો તાલુકા પોલીસ સ્‍ટેશન ફોન નં. ૦ર૮૧-રપ૬૩૩૪૦ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(2:45 pm IST)