Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

પૂર્વ ધારાસભ્‍ય રમેશભાઇ રૂપાપરાના આંગણે ગુંજી રૂડા લગ્નોત્‍સવની શરણાઇઓ : ચિ. દેવાંશ : ચિ.પ્રિયા

રાજકોટ : શ્રીમતી ભાવનાબેન તથા ભાજપના અગ્રણી ભૂતપૂર્વ ધારાસભ્‍ય રમેશભાઇ રૂપાપરાના સુપુત્ર ચિ.દેવાંશ ના શુભલગ્ન શ્રીમતી હર્ષાબેન તથા શ્રી વિનોદભાઇ રૈયાણીની સૂપૂત્રી ચિ.પ્રિયા સાથે નિર્ધારેલ છે.

માંગલિક પ્રસંગો તા. ૧૧ બુધવારે સવારે ૧૧ વાગ્‍યે રૂપાપરા પરિવારના નિવાસસ્‍થાન ‘‘દેવ'', ર-મધુરમ પાર્ક, ર-માસ્‍ટર સોસાયટી મેઇન રોડ ખાતે તથા રાસ-ગરબા તા. ૧૧ સાંજે ૭.૩૦ વાગ્‍યે રેઝેન્‍શી લગુન, કાલાવડ રોડ, રાજકોટ ખાતે રાખેલ છે. શુભલગ્ન તા. ૧ર ગુરૂવારે તે જ સ્‍થળે યોજાશે.

જાન પ્રસ્‍થાન સાંજે ૪.૩૦ વાગ્‍યે થશે. હસ્‍તમેળાપ રાત્રે ૮ વાગ્‍યે રાખેલ છે. અતિથિ સત્‍કાર સમારોહ તા. ૧૩ શુક્રવારે સાંજે ૭.૩૦ વાગ્‍યે સીઝન હોટલ, કાલાવડ રોડ ખાતે યોજાનાર છે.

(11:16 am IST)