Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

વોર્ડ નં. ૧૧-૧ર-૧૮ માં ૩પ.પ૯ કરોડના વિકાસ કામોની વણઝાર

વોર્ડ નં. ૧૧ ના વિવિધ વિસ્‍તારોમાં ર૪ કરોડના ખર્ચે ડી. આઇ. પાઇપ લાઇન, રસ્‍તા કામ, વોર્ડ નં. ૧૮ માં ૭ આંગણવાડી તથા મેટલીંગ તેમજ વોર્ડ નં. ૧રમાં ૪.૮૭ કરોડના ખર્ચે ડી.આઇ. પાઇપ લાઇન કામ હાથ ધરાશે

રાજકોટ તા. ૯ :.. આવતીકાલે યોજાનાર સ્‍ટેન્‍ડીંગ કમીટીની બેઠકમાં શહેરના વિવિધ વિસ્‍તારોમાં કરવામાં આવનાર વિકાસ કાર્યો અને ખર્ચની દરખાસ્‍ત રજૂ કરવામાં આવી છે. જે અન્‍વયે વોર્ડ નં. ૧૧, ૧ર અને ૧૮ માં પાણી, રોડ, આંગણવાડી સહિતની જરૂરીયાત માટે કુલ ૩પ.પ૯ કરોડના ખર્ચે વિકાસ કામો  હાથ ધરશે.
આ વિવિધ વિકાસ કામોની દરખાસ્‍ત અંગે સ્‍ટે. કમીટી ચેરમેન પુષ્‍કર પટેલે આ માહિતી આપતા જણાવ્‍યું હતું.
મુજબ શહેરમાં વોર્ડ નં. ૧૧ માં સમાવિષ્‍ટ થતા મોટામવા તથા આસપાસના વિસ્‍તારોમાં પાણી વિતરણ માટે ડી. આઇ. પાઇપ લાઇન નેટવર્ક (ફેઇઝ-ર) તૈયાર કરવાના કામનું રૂા. ૮.૩૪ કરોડનું એસ્‍ટીમેટ મંજૂર કરવામાં આવ્‍યુ છે. આ કામ આશરે ર૪૭૦૦ રનીંગ મીટર છે. જેમાં ટેન્‍ડર પ્રક્રિયામાં બે પેઢીના ટેન્‍ડર આવ્‍યા હતાં. ત્‍યારબાદ ઓનલાઇન પ્રાઇસબીડ માટે ખોલવામાં આવતા હાઇબોન્‍ડ ઇન્‍ફ્રા પ્રા. લી.એ ૪૧.૭૭ ટકા વધુ ભાવ આવતા તેને મંજૂરી આપેલ. ૮.૩૪ કરોડના કામ સામે બિડરનો ભાવ વધુ આવતા એકંદરે ખર્ચ રૂા. ૧૧.૮ર કરોડનો આવશે.
જયારે વોર્ડ નં. ૧ર માં પુનિતનગર ૮૦ ફુટ રોડ, શ્રીનાથજી સોસાયટી, વિનાયકનગર અને અન્‍ય વિસ્‍તારમાં ડી. આઇ. પાઇપ લાઇન બીછાવવા માટે રૂા. ૩.૦૧ કરોડનું એસ્‍ટીમેન્‍ટ મંજૂર કરવામાં આવ્‍યું છે. આ કામ આશરે ૧૦૦ એમ. એમ. થી ૩૦૦ એમ. એમ. ડાયની ૧૬૯૦૦ રનીંગ મીટરમાં પાઇપ લાઇન નાખવાનો સમાવશે કરવામાં આવ્‍યો છે. આ કામ માટે મનપાએ પ-પ વખત ટેન્‍ડર પ્રસિધ્‍ધ કરાવ્‍યા હતાં.
આ કામ માટે પાંચમાં પ્રયત્‍ને ૩ બીડરોના ટેન્‍ડર આવ્‍યા હતાં. જે અન્‍વયે મારૂતિનંદન કન્‍સ્‍ટ્રકશને સૌથી ઓછા ૬૩.૧૮ ટકાના વધુના ભાવે ટેન્‍ડર મંજૂર કરાયેલ. ત્‍યારબાદ   બિલ્‍ડરને રૂબરૂ વાતચીત કામ કરી આપવા બિલ્‍ડર સાથે સહમતી સાધવામાં આવેલ. હાલનું ટેન્‍ડર રૂા. ૩.૦૧ કરોડ હતું જે વધેલા ભાવ સાથે એકંદરે રૂા. ૪.૮૭ કરોડનું થશે.
વોર્ડ નં. ૧૮ માં વિકાસ કામો માટે પણ સ્‍ટેન્‍ડીંગમાં દરખાસ્‍ત આવી છે. જેમાં સમગ્ર વોર્ડમાં ૭ આંગણવાડી બનાવવા માટે ખર્ચ રજૂ કરાયો છે. આ કામ માટે રૂા. પ૯.૬૦ લાખનું એસ્‍ટીમેટ મંજૂર કરવામાં આવેલ. જે અંદાજીત ૧૦૦ ચો. મી. આંગણવાડી બનાવવાના કામનો સમાવેશ થયો છે.
ઉપરોકત આંગણવાડી બનાવવા ૩ બીલ્‍ડરોએ રસ દાખવ્‍યો હતો. જેમાં રાધે બિલ્‍ડર્સને ૧૭.૯૧ ટકાના વધુ ભાવ સાથે ટેન્‍ડર આપવામાં આવેલ. ત્‍યારબાદ કંપનીને રૂબરૂ બોલાવી વાટાઘાટ કરતા ૧૭.પ૧ ટકાના વધુ ભાવથી કામને મંજૂરી આપવામાં આવી હતી. ટેન્‍ડર રૂા. પ૯.૬૦ લાખનું હતું પણ ૧૭.પ૧ ટકાના ભાવ વધારાથી રૂા. ૭૦.૦૩ લાખનું અંદાજીત ખર્ચનું બન્‍યું છે.

 

(4:01 pm IST)