Gujarati News

Gujarati News

News of Tuesday, 10th May 2022

શહેરમાં છેલ્લા ૭ દિ'માં ઝાડા-ઉલ્‍ટી-શરદી-ઉધરસના ૩૦૦થી વધી ચોપડે કેસ નોંધાયા

મનપા તંત્રના ચોપડે મચ્‍છરજન્‍ય રોગચાળાના શૂન્‍યકેસ : મચ્‍છર ઉત્‍પતિ સબબ ૩૯૫ને નોટિસ : પાણીજન્‍ય રોગચાળો વર્ક્‍યો

રાજકોટ તા. ૯: શહેરમાં પાણીજન્‍ય રોગચાળાના દર્દીઓની સંખ્‍યા દિવસેને દિવસે વધતી જાય છે. છેલ્લા ૭ દિ' શરદી, ઉધરસ, ઝાડા-ઉલ્‍ટીના ૩૦૯ વધુ કેસ નોંધાયા છે. જ્‍યારે મચ્‍છર જન્‍ય રોગચાળાના એકેય કેસ નોંધાયા નથી.
આ અંગે મ્‍યુ. કોર્પોરેશનની સત્તાવાર માહિતી મુજબ ૨મેથી ૮ મે સુધીમાં નોંધાયેલ રોગચાળાના કેસની વિગત આ મુજબ છે.
મચ્‍છરજન્‍ય રોગચાળાના એકેય  કેસ નહિ
ડેન્‍ગ્‍યુ- ચિકનગુનિયા - મેલેરિયાના એકપણ કેસ નોંધાયા નથી.
શરદી-તાવનાં ૩૦૦થી વધુ કેસ
શહેરમાં શરદી-ઉધરસના કેસ૧૫૧ તેમજ સામાન્‍ય તાવના  ૬૭ અને ઝાડા- ઉલ્‍ટીના કેસ ૯૧ સહિત કુલ ૩૦૯ દર્દીઓ નોંધાયા હતા.
મચ્‍છર ઉત્‍પતિ  સબબ ૩૯૫ને નોટીસ
રોગચાળા દ્વારા ઉભા થતા જાહેર આરોગ્‍ય પડકારને પહોચી વળવા માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તમામ સ્‍તરે ઘનિષ્‍ઠ પ્રયાસો કરી રહ્યા છે.  પોરાનાશક કામગીરી હેઠળ ૧૫,૮૯૫ ઘરોમાં પોરાનાશક કામગીરી કરેલ છે તથા ૧૨૪ ઘરોમાં ફોગીંગ કામગીરી કરેલ છે. રહેણાંક સહિત મચ્‍છર ઉત્‍પતિ દેખાતા ૩૯૫ લોકોને નોટીસ આપી  છે. મેલેરીયા વિભાગ દ્વારા મચ્‍છરજન્‍ય રોગચાળો અટકાવવા ફોગીંગ, પોરાનાશક સહિતની કામગીરી કરવામાં આવી રહી છે.

 

(2:19 pm IST)