Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રમાડવાના બહાને અગાશી પર લઇ બાળકી પર જાતીય હુમલો કરનાર કૌટુંબીક નાનાની ધરપકડ

મહિલા પોલીસે ૬૬ વર્ષના લાલજી ગાધેરની પૂછપરછ

રાજકોટ તા. ૧૦: શહેરમાં સાડા ચાર વર્ષની બાળાને રમાડવાના બહાને અગાસી પર લઇ જઇ બાળકી સાથે શારીરીક અડપલા કરનાર કૌટુંબીક નાનાની મહિલા પોલીસે ધરપકડ કરી હતી.માનવતાને શર્મ સાર કરતી આ ઘટના ગઇ તા. ર૬ એપ્રિલના રોજ બની હતી. બાળકીની માતાએ મહિલા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં લાલજી ગોરધનભાઇ ગાધેર (રહે. દોઢસો ફુટ રોડ વિસ્તારમાં) નું નામ આપ્યું છે. ફરિયાદમાં મહિલાએ જણાવ્યું છે કે પોતાને સાડા ચાર વર્ષની પુત્રી છે.

હાલ સીકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા લાલજીના પૌત્ર હોઇ તેથી લાલજી બંનેને અવારનવાર રમાડવા લઇ જતો હતો. ગત તા. ર૬મીના રોજ લાલજી બાળાને રમાડવાના બહાને મકાનની અગાશી પર લઇ ગયો હતો જયાં તેણે તેના શરીર સાથે અડપલા કરી જાતીય હુમલો કર્યો હતો. ભોગ બનનાર બાળાને તેજ વખતે અજુગતું લાગતા વિરોધ કર્યો હતો. ત્યારે લાલજીએ તેને ધમકાવી ચૂપ કરાવી દીધી હતી. બાદ ભોગ બનનાર બાળા પોતાની દાદી પાસે ગઇ હતી અને તેને કાલીઘેલી ભાષામાં આપવીતી કહી હતી. પરંતુ ભોગ બનનારના માતા-પિતા ગામડે ગયા હતા બાદ સાંજે પરત આવતા વાત જાણવા મળતા બાળાની માતાએ લાલજીની પુત્રવધુને તેના સસરા લાલજીને સમજાવવા કહ્યું હતું.

બીજા દિવસે બાળાના પરિવારજનોએ લાલજીને ઘરે બોલાવી સમજાવટ કરી હતી, પરંતુ તેણે કંઇ નહિં કર્યાનું રટણ કરી બોલાચાલી કરતા બંને પક્ષ વચ્ચે ઝઘડો થયો હતો. આ મામલે બાળાની માતાએ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઇ કે. જી. જલવાણી તથા રાઇટર હિતેન્દ્રભાઇ ગઢવીએ માધાપર ચોકડી તરફના વિસ્તારમાં રહેતા કૌટુંબીક નાના લાલજી કરશનભાઇ ગાધેર (ઉ.વ.૬૬) ની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.

(4:21 pm IST)