Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

રાજકોટમાં રેમડેસીવર ઇન્જેકશનના કાળાબજાર કરવાના ગુનામાં પકડાયેલ બે શખ્સોની જામીન અરજી નામંજુર

કોરોના મહામારીમાં આવુ કૃત્ય કરનારાને જામીન આપી શકાય નહિઃ રક્ષિત કલોલા

રાજકોટ, તા.૧૦: રાજકોટમાં રેમડેસીવર ઇન્જેકશનના કાળાબજાર કરતા ક્રાઇમ બ્રાન્ચે પકડેલા બંને ઈસમોના જામીન અરજી સેસન્સ કોર્ટે રદ કરી હતી

આ બનાવ ની વિગત એવી છે કે હાલ માં કોરોના વાયરસ ની મહામારી ખૂબ જ ફેલાયેલ હોય જેથી કોરોના વાયરસ થી સંક્રમિત થયેલ દર્દી ક્રિટીકલ થતાં તે સ્ટેબલ રહે તે માટે તેને રેમડેસિવર ઇન્જેકશન આપવામાં આવતા હોય છે જે રેમદેસિવર ઇન્જેકશન ની માંગ ખૂબ જ વધવા પામેલ હોય જેથી આ કામના આરોપી પરેશ વાજા જેઓ સત્કાર કોવિડ હોસ્પિટલ માં આવેલ લોટસ મેડિકલ સ્ટોર માં નોકરી કરતો હોય અને મજકુર આરોપી સત્કાર હોસ્પિટલ માં દાખલ થતાં દર્દી ઓ ને રેમડેસીવર ઇન્જેકશન મેડિકલ માં થી પૂરા પાડવાનું કામ કરતો હોય અને જો ઇન્જેકશન નો જથ્થો મેડિકલ માં ના હોય તો તે રાજકોટ ની અલગ અલગ મેડિકલ એજન્સી ઓ માંથી મંગાવી આપી પૂરા પાડતો હોય અને આ રેમડેસિવાર ઇન્જેકશન આવી જાય ત્યાર બાદ બધા દર્દી ઓ સુધી પહોંચાડતો હોય અને જો કોઈ દર્દી સાજા થઈ ગયેલ હોય અને સાજા થઈ ગયેલ દર્દીઓ ના ઇન્જેકશન વધેલ હોય તો તે ઇન્જેકશન આરોપી લઇ આવતો હોય છે અને દર્દીઓના વધેલા ઇન્જેકશન મેડિકલ સ્ટોક માં ઉધરવાના હોય છે પરંતુ આરોપી એ આ રેમડેસીવાર ઇન્જેકશન ઉધરેલ ના હોય અને જે ચાર ઇન્જેકશન દર્દી ઓના સગા ને જાણ બહાર બરોબર ઊંચા ભાવે વેચવા માટે પોતાના મિત્ર સહ આરોપી દેવાંગ મેર ને આપેલ હોય અને જે ઇન્જેકશન આરોપી દેવાંગે આ કામના સહેદ અભયભાઈ ને ૧૪-૪-૨૦૨૧ ના રોજ ત્રણ રેમડેસિવર ઇન્જેકશન જે એક નો ભાવ ૧૦,૦૦૦/- લેખે કુલ ૩૦,૦૦૦/- માં વેચેલ હોય અને સાહેદ અભયભાઇ એ ૧૫,૦૦૦/- ચૂકવેલ અને રૂ ૧૫,૦૦૦/- બાકી રાખેલ હોય બાદ તૉં૧૫-૪-૨૦૨૧ ના રોજ ફરીવાર આરોપી દેવાંગ એ સાહેદ અભાયભાઈ ને વધુ એક રેમડેસિવર ઇન્જેકશન કી રૂ.૧૦,૦૦૦/- માં વેચવા માંગતા હોય અગાઉ ના બાકી રૂ.૧૫,૦૦૦/- લેવા માટે કહી આરોપી દેવાંગ ઇન્જેકશન લઇ આવતા અભાયભાઇ ને દેવા આવતા જે દરમ્યાન પકડાઈ ગયેલ અને માજકુર આરોપીઓ એ ગુન્હા માં એકબીજા મદદગારી કરી મહામારી સમયે પોતાનો આર્થિક હેતુ સિદ્ઘ કરવા દર્દી તથા તેના સગા સાથે વિશ્વાસઘાત કરી મૂળ કિંમત કરતાં વધુ કિંમતમાં વેચતા કાળાબજાર કરી ગુન્હો આચરેલ હતો.

આ અંગે કલમ-૪૨૦,૪૦૮, ૧૧૪ તથા જરૂરી ચીજવસ્તુ અધિનિયમનની કલમ - ૩, ૭, ૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ ની કલમ ૫૩ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવેલ હતો. સરકારી વકીલ શ્રી રક્ષિત કલોલાની દલીલો એવી હતી કે આ મહામારીના સમયમાં સમગ્ર વિશ્વ અત્યારે અસ્તિત્વ ટકાવી રાખવા માટે જજુમી રહ્યું છે અને લોકો અત્યારે એકબીજા ને સાથે રહી ટેકો આપી અને આ મહામારી થી બચવા નો પ્રયત્ન કરી રહ્યા છે તેવા સમયે આવા લોકો વિરુદ્ઘ તો સખત માં સખત કાર્યવાહી થવી જોઇએ જેથી સમાજ માં દાખલો બેસે અને તેને કોર્ટ દ્વારા પણ ગંભીર ગણી અને સખત શબ્દોમાં ઝાટકણી કાઢી અને આરોપી ની જામીન અરજી રદ કરી હતી.

આ કામમાં સરકારી વકીલ તરીકે રક્ષિત કલોલા રોકાયેલ હતા.

(4:15 pm IST)