Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કાલથી રાજકોટ શહેર જીલ્લામાં ૭૦૦ જેટલી સસ્તા અનાજની દુકાનો ઉપરથી ઘઉં - ચોખા સહિતનો પુરવઠાનું વિતરણ : પ્રધાનમંત્રી યોજનામાં અલગથી મફત જથ્થો અપાશે

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં એનએફએસએના કાર્ડહોલ્ડરોને વ્યકિતદીઠ ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખા મફત મળશે : કાલથી તા.૨૦ સુધી વિતરણ થશેઃ તમામ દુકાનો ઉપર જથ્થો પહોંચી ગયો

રાજકોટ, તા. ૧૦ : આવતીકાલથી રાજકોટ શહેર - જીલ્લામાં કુલ સસ્તા અનાજની કુલ ૭૦૦ દુકાનો ઉપર પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ એનએફએસએના ૨ લાખ ૯૧ હજાર કાર્ડ હોલ્ડરોને વ્યકિતદીઠ ૩ાા કિલો ઘઉં અને દોઢ કિલો ચોખા વિનામૂલ્યે વિતરણ થશે.

ડીએસઓ શ્રી પૂજા બાવડાએ જણાવ્યા મુજબ તા. ૧૧ થી ૨૦ દરમિયાન રેશનકાર્ડના છેલ્લા આંક મુજબ જે તે કાર્ડ હોલ્ડરોએ આપેલ તારીખ મુજબ આવવાનું રહેશે. ઉપરોકત જથ્થો વિનામૂલ્યે મળશે તે ઉપરાંત એનએફએસએમાં આવરીલેવાયેલ બીપીએલ અને અત્યોંદડ કાર્ડ હોલ્ડરોને પણ રાહતદરે નક્કી કરેલ ભાવ મુજબ દર મહિનાના ઘઉં, ચોખા, તુવેર દાળ, ખાંડ, ચણા, કેરોસીન અને આયોડાઈઝ મીઠુ પણ અપાશે. ઉપરોકત બંને વિતરણ એક જ સ્ટાફે થશે. દરેક કાર્ડ હોલ્ડરને માસ્ક, સોશ્યલ ડિસ્ટન્સ સહિતની જોગવાઈનું ચુસ્ત પાલન કરવા પણ સુચના અપાઈ છે.

રાજકોટ શહેર - જીલ્લામાં આવા કુલ ૧૧ાા લાખ જેટલા રેશનકાર્ડ ધારકોને આ જથ્થાનો લાભ મળશે. દરેક સસ્તા અનાજની દુકાનો ઉપર તમામ પ્રકારનો જથ્થો પહોંચાડી દેવાયો છે. કોઈ મુશ્કેલી ન થાય તે માટે ઈન્સ્પેકટરો હસમુખ પરસાણીયા, કીરીટસિંહ ઝાલા અને તેમની ટીમોનું ખાસ ચેકીંગ જશે. જીલ્લા અને તાલુકા વિસ્તારમાં જે તે તાલુકા મામલતદાર કચેરીના પુરવઠાના નાયબ મામલતદારો કારકૂનોને ચેકીંગ કરવા પણ સુચના અપાય છે.

(4:13 pm IST)