Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

બેડની સ્થિતિ જાણવા માટે કલેકટર દ્વારા વેબસાઇટ

રાજકોટ તા. ૧૦: રાજકોટમાં કોરોનાના કેસોમાં છેલ્લા ૪ દિવસથી ભારે ઘટાડો નોંધાયો છે, આમ છતાં અમુક વખત પ્રાયવેટ કોવીડ હોસ્પીટલોમાં બેડ નથી, તેવા જવાબો આપી દર્દીઓને હેરાન કરતા હોય છે.

આ બાબત ધ્યાને આવતા કલેકટર શ્રી રેમ્યા મોહને મહત્વનો નિર્ણય લઇ બેડની સ્થિતિ અંગે દર્દીઓને જાણકારી મળી રહે તે અંગે અમલવારી કરાઇ છે, ગઇકાલે સરકારી અને ખાનગી થઇને કુલ ૬૮૦૦ માંથી ૧૪૮૭ બેડ ખાલી હોવાનું કહેવાયું છે જેમાં ઓકસીજનના ૪૮૦૦ માંથી ૭૭૦ તો આઇસીયુના ૭પ૦ માંથી ૮૦ જેવા બેડો ખાલી હોવાનો નિર્દેશ અપાયો હતો.

(3:12 pm IST)