Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

ધરમનગર આવાસમાં રોનક સેજપાલના કવાર્ટરમાં દારૂની મહેફીલ સાથે જુગાર રમતા છ પકડાયા

રોનક, મીત અને સાગર સામે દારૂની મહેફીલનો કેસ : દારૂની બોટલ, ચવાણાના પેકેટો અને ત્રણ ગ્લાસ

રાજકોટ,તા.૧૦: દોઢ સો ફૂટ રોડ પર ધરમનગર આવાસ યોજના કવાટરમાં યુનિવર્સિટી પોલીસે બાતમીના આધારે કવાર્ટરમાં દરોડો પાડી દારૂની મહેફીલ સાથે જુગાર રમતા કવાર્ટર માલીક સહિત ૬ શખ્સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ધરમનગર આવાસ યોજના કવાર્ટરમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. યુવરાજસિંહ અને કોન્સ. જેન્તીગીરી, રાવતભાઇ ડાંગરને બાતમી મળતા પીઆઇ એ.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ એ.બી. જાડેજા, યુવરાજસિંહ, જેન્તીગીરી, રાવતભાઇ, બ્રિજરાજસિંહ, બલભદ્રસિંહ, સહિતે દોઢસો ફૂટ રોડ પર ધરમનગર આવાસ યોજના કવાટર બ્લોક નં. ૭ કવાર્ટર નં. ૨૦૬માં દરોડો પાડી દારૂની મહેફીલ સાથે તીન પતીનો જુગાર રમતા કવાર્ટર માલીક રોનક નિલેષભાઇ સેજપાલ, માધાપર ચોકડી પાસે ગોલ્ડન પોર્ટીકો, એપાર્ટમેન્ટની સામે સેલીનીયમ સીટીએ -૧૦૧ના મીત રાજેશભાઇ વ્યાસ, દોઢ સો ફૂટ રોડ ધરમનગર શેરી નં. ૧ના સાગર ભુપતભાઇ કારેલીયા, જામનગર રોડ સત્યમ શિવમ સુંદરમ સોસાયટી શેરી નં.૧ના પ્રતિપાલસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, કાલાવડ રોડ માલવીયા સોસાયટી-૪ ઉજાસ એપાર્ટમેન્ટના રાજન દિનેશભાઇ હદવાણી, અને રામાપીર ચોકડી પાસે રાણીમાં ચોક આકાશ ડેરી વાળી શેરીમાં રહેતા અમન સીરાજભાઇ માખાણીને પકડી લઇ રૂ. ૨૩,૨૦૦ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી. બાદ છ શખ્સો સામે જાહેરનામા ભંગની પણ કાર્યવાહી કરવામાં આવી હતી અને રોનક સેજપાલ, મીત વ્યાસ, અને સાગર કારેલીયા સામે દારૂની મહેફીલનો કેસ કરી દારૂની બોટલ, ચવાણાના પેકેટ  તથા પ્લાસ્ટીકના ગ્લાસ કબ્જે કર્યા હતા.

પોપટપરામાં જુગાર રમતા ચાર પકડાયા

પ્રદ્યુમનગર પોલીસ મથકના પી.આઇ. એલ.અલ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ કે.ડી.પટેલ, હેડ કોન્સ. દેવશીભાઇ, વિજયરાજસિંહ, યુવરાજસિંહ, પ્રદિપસિંહ, અક્ષયભાઇ, મહાવીરસિંહ અને અશોકભાઇ સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે બાતમીના આધારે પોપટપરા શેરી નં. ૧૪/૯ના ખૂણા પાસે દરોડો પાડી જુગાર રમતા રેલનગર મહર્ષી દયાનંદ સરસ્વતી ટાઉનશીપ કવાર્ટર નં. એ-૧ના આસીફ અસરફભાઇ ચૌહાણ, પોપટપરા શેરી નં. ૧૪ના તોસીફ ઇસ્માઇલભાઇ નકુમ, પોપટપરા શેરી નં. ૧૬ના અશ્વિન ધનજીભાઇ જાખેલીયાને પકડી લઇ રૂ. ૧૦,૮૦૦ ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.જ્યારે પોપટપરાના ઇરફાન ઉર્ફે ખીલો કાસમભાઇ માણેક અને શામજી કોળી નાશી જતા બંનેની શોધખોળ હાથ ધરી છે.

(3:11 pm IST)