Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

'આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપ' ગુજરાત દ્વારા જ્ઞાતિજનોને કોરોના સંદર્ભે માર્ગદર્શન આપવા વેબીનાર

તબીબો દ્વારા વિસ્તૃત છણાવટ : સેંકડો લોકોએ જોડાઇ મેળવ્યુ માર્ગદર્શન

રાજકોટ : આહીર સમાજ વૈચારિક ક્રાંતિ ગ્રુપ ગુજરાત જે ફેસબુક પર ૩૩૦૦૦ સભ્યો ધરાવતુ પ્લેટફોર્મ છે. તેના દ્વારા જ્ઞાતિજનોને કોરોના અંગે માર્ગદર્શન આપવા નામાંકિત ડોકટરો સાથે એક વેબીનાર ગોઠવવામાં આવ્યો હતો. જે અનુસાર સુરતના જાણીતા એમ.ડી. ડો. જીજ્ઞેશ લાડુમોર, જાણીતા એમ.ડી. ડો. મયુરભાઇ કલસરીયા, અમદાવાદથી ગેસ્ટ્રોલોજી એમ.ડી. ડો.રવિન્દ્ર ગાધેએ કોરોના વિષે તલસ્પર્શી સચોટ માહીતી આપી હતી. તેમજ પ્લાઝમા અને મ્યુકરમાઇકોસીસ રોગ વિષે પણ જાણકારી આપી હતી. કોરોનાથી થતી આડઅસરો અને તેના ઉપાયો અંગે પણ માર્ગદર્શન આપેલ. સમગ્ર વેબીનારનું સંચાલન 'આહીર સમાજ વૈચારિકક્રાંતિ ગ્રુપના એડમીન આર. જે. રામ (સર્કલ પીઆઇ લીંબડી) એ સંભાળ્યુ હતુ. સંવાદ વકતા તરીકે સહ એડમીન અને સુરતના કન્વીનર મથુરભાઇ બદલાણીયાએ સેવા આપી હતી. વેબીનારમાં ફેસબુકના માધ્યમથી અનેક લોકોએ જોડાઇને માર્ગદર્શન મેળવ્યુ હતુ. એડમીન સંજયભાઇ છૈયા, ભરતભાઇ હડીયા અને સમગ્ર ગુજરાતના દરેક જિલ્લાના વૈચારિકક્રાંતિ ગ્રુપના કન્વીનર સહકન્વીનર ભાઇઓ બહેનોએ છેવાડાના લોક સુધી માહીતી પહોંચાડી સહયોગી બન્યા હતા. સમગ્ર વેબીનાર દરમિયાન નામાંકિત લોકો, ડોકટરો, પ્રોફેસરો, શિક્ષકો, દર્શકોએ જરૂરી પ્રશ્નો રજુ કરેલ. જેનું વેબીનાર લઇ રહેલ ડોકટરોને સચોટ સમાધાન રજુ કર્યુ હતુ.

(3:08 pm IST)