Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સ્વામિનારાયણ મંદિર વહીવટી સમિતિમાં દેવપક્ષને વિજયી બનાવવા સંતોની અપીલ

રાજકોટ, તા. ૧૦ : સ્વામિનારાયણ મુખ્ય મંદિર ભુપેન્દ્ર રોડના મહંત સ્વામી શાસ્ત્રી રાધારમણદાસજી સ્વામી તથા બાલાજી હનુમાનજી મંદિરના મહંત સ્વામી વિવેકસાગરદાસજી સ્વામીએ ૧૦૦% મતદાન કરી દેવપક્ષની પેનલને ચૂંટવા અપીલ કરી છે.

(૧) સંત વિભાગ :- પ.પૂ. સદ્. કોઠારી સ્વામી દેવનંદનદાસજી જુનાગઢ અને પ.પૂ. કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપદાસજી સ્વામી વંથલી (ર) પાર્ષદ વિભાગ પાર્ષદ ભાવેશ ભગત દ્વારકા (૩) ગૃહસ્થ વિભાગમાં  ધનજીભાઇ નાનજીભાઇ છોડવડીયા ગામ-કાંગશિયાળા-નિશાન-શંખ, નટવરલાલ કરશનજી બોરીસાગર ગામ-રાજકોટ-નિશાન-ચક્ર, પુનમભાઇ પ્રાગજીભાઇ પડશાળા-ગામ-અમરેલી નિશાન-ગદા, પ્રદીપભાઇ જયંતીભાઇ ભાખર-ગામ-ડેરી પીપરીયા-નિશાન-પદ્મ સાથે ઉમેદવારી કરેલ છે. રાધારમણ દેવ પક્ષના ઉપરોકત ચારેય ઉમેદવારો મૂળ મંદિર દેવ આચાર્ય અને સત્સંગના પક્ષનિષ્ઠ હરિભકતો છે. દેવ પક્ષની પેનલ વિજયી બનતા  પારદર્શક વહીવટીક, વાર્ષિક હિસાબોની માહિતી, હરિભકતોને એક સમાન સગવડતા, ગામડાના હરિ મંદિરોનો વિકાસ, સત્સંગ વિચરણ, કાયમી સહજાનંદી ઓળખ પાર્ક, આર્થિકભીંસ વાળા સત્સંગીના સંતાનો માટે ઉત્તમ શિક્ષણ આપતી વિશાળ શૈક્ષણિક સ્કૂલો તૈયાર કરાશે.

તા. ૧રના યોજાનાર ચૂંટણીમાં દેવપક્ષને વિજયી બનાવવા અંતમાં ફરી શ્રી રાધારમણદાસજી સ્વામી અને શ્રી વિવેકસાગરદાસજી સ્વામીએ અપીલ કરી હોવાનું શ્રી સ્વામિનારાયણ મંદિર રાજકોટની યાદીમાં જણાવાયું છે.

(3:56 pm IST)