Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ઇફકોના ખાતરમાં પણ મઘરવાડામાં કૌભાંડ વજન ઓછુ નીકળતા ખેડૂતોમાં ભારે આક્રોશ

તસ્વીરમાં ખાતરનો જથ્થો તથા મઘરવાડા જુથ સેવા સહકારી મંડળી નજરે પડે છે.

રાજકોટ તા. ૯ :.. ગઇકાલે જેતપુર, વિસાવદર, જુનાગઢ, સહિતના વિસ્તારોમાં યાર્ડમાં ખાતરમાં જથ્થો ઓછો મળતા દોડધામ મચી ગઇ છે ત્યારે આજે રાજકોટ નજીકનાં મધરવાડામાં પણ ઇફકોનાં ખાતરની બોરીઓમાં ખાતર ઓછૂ નીકળતા ખેડૂતોમાં આક્રોશ છવાયો છે.

રાજકોટ નજીકના મધરવાડામાં આવેલ મધરવાડા જૂથ સેવા સહકારી મંડળીમાં ઇફકોનાં ખાતરનો જથ્થો મુકવામાં આવ્યો હતો. જયાં ખેડૂતોએ દરોડો પાડયો હતો.

આ દરમિયાન ર૦૦ થી પ૦૦ ગ્રામ જેટલુ ખાતર એક - એક બોરીમાં ઓછુ નીકળ્યુ હતું.આ અંગે તપાસ કરવા ખેડૂતો દ્વારા ઉગ્ર માંગણી થઇ છે.

(3:55 pm IST)