Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

બેટીના પુલ પર નવાગામના જય વ્યાસને ત્રણ શખ્સોએ ધોકાવ્યોઃ રોકડની લૂંટ થયાની રાવ સાથે પોલીસ મથકે પહોંચ્યો

કર્મકાંડ કરી જેપુરથી પરત આવતો હતો ત્યારે પહેલા બે શખ્સોએ દારૂ માટે રૂ. ૧૦૦ માંગ્યા પછી ત્રીજાએ હુમલો કર્યોઃ ૩૦૦૦ની રોકડ ગયાનું કથન

રાજકોટઃ કુવાડવા રોડ પર નવાગામ રંગીલા સોસાયટીમાં રહેતાં અને કર્મકાંડનું કામ કરતાં જય ભૂપેન્દ્રભાઇ વ્યાસ (ઉ.૨૭) નામના બ્રાહ્મણ યુવાનને બેટીના પુલ પર ત્રણ શખ્સોએ ધોલધપાટ કરી રોકડ લૂંટી લેતાં તે પોલીસ ફરિયાદ કરવા પહોંચ્યો છે. જયના કહેવા મુજબ જેપુર ગામેથી તે બપોરે કર્મકાંડનું કામ કરી નવગામ આવી રહ્યો હતો ત્યારે બેટીના પુલ પર બે શખ્સોએ અટકાવી રૂ. ૧૦૦ દારૂ પીવા માંગ્યા હતાં. તેણે દારૂ માટે પૈસા નથી, જમવું હોય તો જમાડી દે...તેવું કહેતાં બંનેએ ઝઘડો કર્યો હતો. ત્યાં ત્રીજા શખ્સે આવી હુમલો કરી મારકુટ કરી હતી અને શર્ટના ખિસ્સામાંથી ત્રણ હજારની રોકડ કાઢી લઇ ત્રણેય ભાગી ગયા હતાંઃ પોલીસે આ કેફીયતને આધારે તપાસ શરૂ કરી છે.

(3:52 pm IST)