Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ફાયનાન્સ કંપનીને આપેલ ચેક રિટર્ન કેસમાં આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા ૧૦  : અત્રે શ્રી રામ ટ્રાન્સપોર્ટ ફાયનાન્સ લી. આ કામના તહોમતદાર વિરૂધ્ધ રૂા ૩,૪૦,૮૮૩/- ચેક રીટર્નનો કેસ દાખલ કરેલ હતો. આ કેસ કોર્ટમાં ચાલી જતા ફરીયાદી પક્ષ કાયદેસરનું લેણું કે જવાબદારી સાબીત ન કરી શકતા આ કામના તહોમતદાર રાજેશ જેઠાભાઇ વઘેરાને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે અને કોર્ટે ભવિષ્યનું લેણું કે જવાબદારી ધ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ લાગુ ન પડે તે દલીલને માન્ય રાખેલ છે. આ કામના તહોમતદારને તા. ૦૮/૦૫/૨૦૧૯ ના રોજ કોર્ટે નિર્દોષ છોડી મુકવા હુકમ  કરેલ છે.

આ કામના તહોમતદારના વતી વકીલશ્રીએ  સુપ્રીમ તેમજ હાઇકોર્ટના વિવિધ ચુકાદાઓ રજુ કરેલ હતા અને દલીલો પણ કરેલ હતી. જેથી આ કામના તહોમતદારને કેસ ચાલી જતા રાજકોટના એડીશ્નલ ચીફ જયુડી. મેજીસ્ટ્રેટે કોર્ટમાં નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે. તહોમતદાર તરફે ધારાશાસ્ત્રી મકવાણા હિતેશ ધીરજલાલ, એફ.એસ. ખોરજીયા, રવિરાજ એ. પરમાર, દિપક ડી. બથવાર, સંજય એચ. રાઠોડ રોકાયેલ હતા. (૩.૧૩)

(3:48 pm IST)