Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

શાસ્ત્રી મેદાનમાં રાત્રી પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન્ટ

શહેર ભાજપ દ્વારા ૧૪મીથી સ્વ.નાથાભાઈ ડોડીયાના સ્મરણાર્થે આયોજન : તમામ વોર્ડમાંથી ૮૦ ટીમોના ૧ હજાર ખેલાડીઓ ભાગ લેશેઃ ૧૮૫ ફૂટની બાઉન્ડ્રીઃ આગેવાનો મુલાકાતે

રાજકોટ,તા.૧૦: શહેર ભાજપ દ્વારા સ્વ.નાથાભાઈ ડોડીયાના સ્મરણાર્થે ઓપન રાજકોટ રાત્રીપ્રકાશ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ બેનમુન આયોજન કરવામાં આવ્યું છે. ૧૪મીથી શાસ્ત્રીમેદાન ખાતે શરૂ થતી. આ ટૂર્નામેન્ટના ગ્રાઉન્ડની મેયર બીનાબેન આચાર્ય, ગોવિંદભાઈ પટેલ, અરવીંદ રૈયાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા સહીતનાએ મુલાકાત લીધી હતી. ટુર્નામેન્ટમાં દરેક મેચમાં વિજેતા ટીમ, મેન ઓફ ધ મેચ, રનર્સ- અપ ટીમને જુદા- જુદા પુરસ્કારો તેમજ બેસ્ટ બોલર, બેસ્ટ ફીલ્ડર વિગેરેને ઈનામો આપવામાં આવશે.

શહેરના તમામ વોર્ડમાંથી ૮૦ ટીમોના ૧હજાર ખેલાડીઓ ભાગ લેનાર છે. મેદાનમાં ૮ લાઈટીંગ ટાવર સાથે ૨૦૦ ફલડલાઈટ હેઠળ ટુર્નામેન્ટ રમાશે. ટુનાર્મેન્ટ દરમ્યાન ૧૦ અમ્પાયર, ૨ સ્કોરર અને ૫ ગ્રાઉન્ડમેન ફરજ બજાવશે. ૧૮૫ ફુટની બાઉન્ડ્રી રાખવામાં આવી છે. સોશ્યલ મીડીયાના માધ્યમથી સમગ્ર ક્રિકેટ ટુર્નામેન્ટનું લાઈવ પ્રસારણ કરાશે.

શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ દ્વારા આગામી તા.૧૪ને મંગળવારના સાંજે ૭:૩૦ કલાકથી શહેરના શાસ્ત્રીમેદાન ખાતે રાત્રિપ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રારંભ થઈ રહ્યો છે. આ ક્રિકેટ ટુર્નામેન્ટને આખરી ઓપ આપવા ધનસુખ ભંડેરી, બીનાબેન આચાર્ય, ગોવિંદભાઈ પટેલ, અરવિંદ રૈયાણી, દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, ભાનુબેન બાબરીયા, અશ્વીન મોલીયા, પ્રફુલ કાથરોટીયા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, અશોક લુણાગરીયા, પ્રદીપ ડવ, અજય પરમાર, આસીફ સલોત, હારૂનભાઈળ શાહમદાર, રમેશ પંડયા, રમેશ દોમડીયા, ડી.બી.ખીમસુરીયા, જયુભાઈ રાઠોડ, દીપક સાપરીયા, કિરીટ ગોહેલ સહીતના ઉપસ્થિત રહ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આપેલા 'ખેલ ગુજરાત અને જીતે ગુજરાત'ના મંત્રને સાર્થક કરવા શહેર યુવા ભાજપ પ્રમુખ પ્રદીપ ડવ, મહામંત્રી પૃથ્વીસિંહ વાળા, પરેશ પીપળીયાની આગેવાની હેઠળ વરિષ્ઠ કાર્યકર્તા એવા સ્વ.નાથાભાઈ ભગવાનભાઈ ડોડીયાના સ્મરણાર્થે શહેર ભાજપ દ્વારા રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં સ્વ.નાથાભાઈ ડોડીયાના પરિવારજનો માવજીભાઈ ડોડીયા, હરીભાઈ ડોડીયા, મનોજભાઈ ડોડીયા, પરેશભાઈ ડોડીયા, યોગીરાજભાઈ ડોડીયા, નીલેશભાઈ ડોડીયા પણ જોડાયેલ છે.

(3:47 pm IST)
  • મેટ્રો પ્રોજેકટની કામગીરી સામે હાઇકોર્ટમાં પીટીશન : શાહપુરના વેપારીઓએ હાઇકોર્ટમાં કરી અરજીઃ મેટ્રો ટ્રેનને કારણે રસ્તો બંધ થતાં ધંધા પર અસરની રજુઆતઃ ધંધાના નુકશાન બદલ વળતર અને રસ્તો કરવા માંગઃ હાઇકોર્ટે રાજય સરકાર અને મેગા કંપનીને નોટીસ ફટકારી access_time 3:42 pm IST

  • છેલ્લી ઘડીએ જેટ એરવેયઝ માટે બોલી લગાવતું એતિહાદ : એમની સાથે છે કોઈ ભારતીય પક્ષકાર : આ ભારતીય પક્ષકાર રિલાયન્સ હોવાનું ચર્ચાય રહ્યું છે. access_time 1:43 am IST

  • જો મોદી ફરી સત્તા ઉપર આવશે તો રાહુલ ગાંધી જવાબદાર રહેશેઃ કોંગ્રેસે બધા ગઠબંધનને નડવાનું કામ કર્યુ છેઃ રાહુલનો પક્ષ ભાજપ નહિ વિપક્ષો સામે લડે છેઃ કેજરીવાલ access_time 3:41 pm IST