Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

સરકાર બની દર્દી નારાયણ

માં-કાર્ડ ધારકોને વિનામૂલ્યે ઘુંટણ-થાપા-કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટની સુવિધા

માં કાર્ડમાં હવેથી ૧૭૯પ પ્રકારનાં રોગોની સારવાર મળશેઃ રાજકોટની ૪૦ અત્યાધુનિક હોસ્પીટલોમાં મૉ કાર્ડ હેઠળ વિનામૂલ્યે સારવાર ઉપલબ્ધઃ યોજનાનો લાભ લેવા મ્યુ.કોર્પોરેશનની આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરની અપીલ

રાજકોટ તા. ૧૦ :.. રાજય સરકાર દ્વારા હવેથી માં કાર્ડ ધરાવતાં દર્દીઓને ઘૂંટણ - થાપા-કિડની અને લીવર ટ્રાન્સપ્લાન્ટની મોંઘેરી સારવાર વિનામુલ્યે આપવાનો નિર્ણય કર્યો છેએટલું નહીં રાજકોટની નામાંકિત આધુનિક એવી ૪૦ હોસ્પીટલોમાં હવેથી માં કાર્ડ ધરાવનારા કુટુંબોને લાખની મર્યાદામાં ૧૭૯પ જેટલાં જુદા જુદા પ્રકારનાં રોગોની સારવાર વિનામુલ્યે મળશે જેનો લાભ લેવા મ્યુ. કોર્પોરેશનની આરોગ્ય સમિતિનાં ચેરમેન જયમીન ઠાકરે લોકોને અપીલ કરી છે.

અંગે જયમીન ભાઇએ એક યાદીમાં જણાવ્યું છે કે  ગુજરાત સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૧૯-૨૦ ના બજેટમાં તમામ લોકોને વધુ સારી તથા સુદ્રઢ આરોગ્ય સેવા મળી રહે તે માટે આયુષ્માન ભારત (PM-JAY) યોજનાની જેમ માં અને માં વાત્સલ્ય યોજનામાં કુટુંબોને પહેલા ૦૩ (ત્રણ) લાખ સુધીની સારવાર વિનામુલ્યે આપવામાં આવતી હતી. જેમાં વધારો કરીને હવેથી ૦૫ (પાંચ) લાખ સુધીની વિનામુલ્યે સારવાર વિનામુલ્યે આપવા સરકારે મંજૂરી આપેલ છે.

અંગે વિશેષ માહિતી આપતા આરોગ્ય સમિતિ ચેરમેન શ્રી જયમીન ઠાકર દ્વારા જણાવવામાં આવેલ છે કે માઅને મા વાત્સલ્યયોજના હેઠળ હૃદય ના ગંભીર રોગો, કિડનીના ગંભીર રોગો, મગજના  ગંભીર રોગો, અકસ્માત ના કારણે થયેલ ગંભીર ઇજાઓ, નવજાત શિશુઓના ગંભીર રોગો, કેન્સર(કેન્સર સર્જરી, કેમોથેરાપી તથા રેડીયોથેરાપી), દ્યૂંટણ અને થાપાના રીપ્લેસમેન્ટ તેમજ કીડની ટ્રાન્સપ્લાન્ટેશન, લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને પેન્ક્રીયાઝ ટ્રાન્સપ્લાન્ટેશન જેવી બીમારીઓ તથા દાઝી ગયેલ ની બીમારી ની કુલ ૬૯૮ જેટલી પ્રોસીજર માટે ઉતમ પ્રકારની વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે. માં યોજના તથા માં વાત્સલ્ય યોજના હેઠળ રાજકોટ શહેરમાં નીચે મુજબની હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.

આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં આયુષ્માન કાર્ડભારત દેશની ૧૩,૮૦૩ ગુજરાતની ,૬૦૦ હોસ્પિટલમાં તેમજ રાજકોટ શહેરની ૨૫ હોસ્પિટલમાં કાર્ડનો કેશલેસ ઉપયોગ થઈ શકશે. યોજનાનું કાર્ડ જુદી જુદી પ્રાથમિક, સેકન્ડરી અને ટર્શરી બીમારીઓની વાર્ષિક કુટુંબ દીઠ રૂ. ,૦૦,૦૦૦/- (પાંચ લાખ) સુધીની ૧૭૯૫ પ્રકારની મેડીકલ સારવાર વિનામુલ્યે મળશે. યોજના હેઠળ રાજકોટ શહેરમાં નીચે મુજબની હોસ્પિટલમાં વિનામુલ્યે સારવાર આપવામાં આવે છે.

જેનો રૂરીયાતમંદ દર્દીઓ લાભ લેવા ચેરમેન જયમીનભાઇએ અપીલ કરી છે.

આયુષ્માન ભારત - પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તથા માં અને માં વાત્સલ્ય કાર્ડ માટે સરકાર માન્ય ૪૦ પ્રાઈવેટ હોસ્પિટલની યાદી

ક્રમ       હોસ્પિટલનું નામ            સરનામું સારવાર

          આકાર હોસ્પિટલ            વિરાણી ચોક, રાજકોટ     ઓર્થોપેડીક

          અનીશ હોસ્પિટલ            યાજ્ઞિક રોડ, રાજકોટ      .એન.ટી., યુરોલોજી

          આયુષ હોસ્પિટલ            વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ    જનરલ સર્જરી

          દર્શન આઈકેર કલીનીક  વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ    ઓપ્થેલ્મોલોજી

          ધ્રુવા આઈ હોસ્પિટલ       રાષ્ટ્રીય શાળા મેઈન રોડ ઓપ્થેલ્મોલોજી

          જલારામ રદ્યુકુલ સાર્વજનિક હોસ્પિટલ      પંચવટી હોલ પાસે, પંચવટી ક્રોસ રોડ      યુરોલોજી, ન્યુરોસર્જરી, ઇન્ટરવેન્શનલ ન્યુરોરેડિયોલોજી, જનરલ સર્જરી,

                                                પોલિટામામા, કાર્ડિઓલોજી, કાર્ડિયો-થોરેસિક

                                    અને વેસ્કયુલર સર્જરી,ઓર્થોપેડિકસ

          કડીવાર મલ્ટી સ્પેયાલીટી હોસ્પિટલ         જામનગર રોડ   જનરલ મેડિસિન, જનરલ સર્જરી

          ખુશી આઈ હોસ્પિટલ લેઝર સેન્ટર            હનુમાન મઢી ચોક, રૈયા રોડ        ઓપ્થેલ્મોલોજી

          આઉટરીચ સેન્ટર ઓફ નેત્રડીપ આઈ હોસ્પિટલ     પેડક રોડ          ઓપ્થેલ્મોલોજી

૧૦       લોટસ હોસ્પિટલ કોઠારીયા રોડ    ઓર્થોપેડીક, ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી

૧૧       બી. ટી. સવાણી કિડની હોસ્પિટલ  યુનિવર્સીટી રોડ  યુરોલોજી

૧૨       કેશુભાઈ મહેતા આંખની હોસ્પિટલ            કરણપરા મેઈન રોડ       ઓપ્થેલ્મોલોજી

૧૩       સદભાવના હોસ્પિટલ મેડીકલ રીસર્ચ સેન્ટર          મવડી મેઈન રોડ            ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી,

                                    યુરોલોજી એન્ડ કાર્ડીયાક

૧૪       ક્રિષ્ના પ્રસુતિગૃહ એન્ડ ગાયનેક હોસ્પિટલ સાધુ વાસવાણી રોડ        ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી

૧૫       માધવ મેટરનીટી એન્ડ સર્જીકલ હોસ્પિટલ            રાજનગર ચોક   ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી

૧૬       રાજકોટ કેન્સર સોસાયટી એન્ડ એલાઇડ હોસ્પિટલ            તિરૂપતીનગર, રૈયા રોડ  મેડિકલ ઓંકોલોજી, સર્જીકલ ઓકોલોજી,

                                                રેડિયેશન ઓંકોલોજી

૧૭       શાંતિ મલ્ટી સ્પેશીયાલીટી હોસ્પિટલ          સાધુ વાસવાણી રોડ        ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી

૧૮       શ્રધ્ધા આઈ હોસ્પિટલ     ઇન્દીરા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ            ઓપ્થેલ્મોલોજી

૧૯       વેદાંત હોસ્પિટલ મોટી ટાંકી ચોક  જનરલ સર્જરી, ઓર્થોપેડિકસ, યુરોલોજી

૨૦       હરીલાલ જેચંદ દોશી હોસ્પિટલ ટ્રસ્ટ         માલવીયાનગર, ગોંડલ રોડ        યુરોલોજી

૨૧       ઓલમ્પસ હોસ્પિટલ તન્ના હેલ્થકેર પ્રા. લી.            વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ    કાર્ડિયો-થોરેસિક અને વાસ્કયુલર સર્જરી,

                                                કાર્ડિઓલોજી

૨૨       શ્રી રણછોડદાસજીબાપુ ચેરીટેબલ હોસ્પિટલ          સદગુરૂ આશ્રમ રોડ, કુવાડવા રોડ            ઓપ્થેલ્મોલોજી

૨૩       સહયોગ હોસ્પિટલ પ્રા. લી.          મવડી મેઈન રોડ            જનરલ સર્જરી, ઓર્થોપેડિકસ

૨૪       ક્રાઈસ્ટ હોસ્પિટલ            રાજકોટ કાર્ડિયો-થોરેસિક અને વેસ્કયુલર સર્જરી,

                                    પોલીટ્યુમા, કાર્ડિઓલોજી

૨૫       પંચમુખી હોસ્પિટલ         મવડી ચોકડી     જનરલ સર્જરી

૨૬       શ્રી સત્ય સાઈ હાર્ટ હોસ્પિટલ        શ્રી સત્ય સાંઈ માર્ગ, કાલાવડ રોડ કાર્ડિયો-થોરેસિક અને વાસ્કયુલર સર્જરી,

                                    કાર્ડિઓલોજી

૨૭       એચ.સી.જી. હોસ્પિટલ     અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ           કાર્ડિયો-થોરેસિક અને વેસ્કયુલર સર્જરી,

                                    યુરોલોજી, કાર્ડિઓલોજી

૨૮       સૌરાષ્ટ્ર લેઝર સેન્ટર      નાના મૌવા મેઈન રોડ    ઓપ્થેલ્મોલોજી

૨૯       ઉનીકેર હોસ્પિટલ           દ્યંટેશ્વર, જામનગર રોડ   કાર્ડિયો થોરેસિક અને વેસ્કયુલર, કાર્ડિઓલોજી,

                                    યુરોલોજી

૩૦       સ્ટર્લિંગ હોસ્પિટલ           રૈયા સર્કલ, ૧૫૦ ફુટ રીંગ રોડ    કાર્ડિયો-થોરેસિક અને વેસ્કયુલર સર્જરી, મેડિકલ

                                    ઓનકોલોજી, સર્જીકલ ઓનકોલોજી,

                                    યુરોલોજી, રેડિયેશન ઓનકોલોજી, કાર્ડિઓલોજી

૩૧       શ્રેયસ હોસ્પિટલ વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ    જનરલ સર્જરી, ઓર્થોપેડિકસ

૩૨       એન.એમ. વિરાણી (વોકહાર્ટ) હોસ્પિટલ    કાલાવડ રોડ     યુરોલોજી, કાર્ડિઓલોજી, રેડિયેશન ઓનકોલોજી,

                                    કાર્ડિયો-થોરેસિક અને વેસ્કયુલર સર્જરી,

                                    સર્જીકલ ઓનકોલોજી

૩૩       નેત્રદીપ આઈ હોસ્પિટલ પ્રા. લીકનક રોડ          ઓપ્થેલ્મોલોજી

૩૪       નેત્રદીપ આઈ હોસ્પિટલ પ્રા. લી. સેટેલાઈટ સેન્ટર યુનિવર્સીટી રોડ  ઓપ્થેલ્મોલોજી

૩૫       ઈવા વુમન્સ હેલ્થકેર સેન્ટર         યુનિવર્સીટી રોડ  ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી

૩૬       દીવ્યમ હોસ્પિટલ           વિદ્યાનગર મેઈન રોડ, રાજકોટ    યુરોલોજી, જનરલ સર્જરી સરકારી હોસ્પિટલની

                                    યાદી

૩૭       પી.ડી.યુ, જનરલ હોસ્પિટલ         હોસ્પિટલ ચોક   મેડિકલ ઓંકોલોજી,રેડિયેશન ઓંકોલોજી,

                                    ઓપ્થાલાઙ્ખમોલોજી, પોલટ્રુમામા, કાર્ડિયો-

                                    થોરેસિક અને વેસ્કયુલર સર્જરી, કાર્ડિઓલોજી,      

                                                સર્જીકલ ઓંકોલોજી, પીડિયાટ્રિક કેન્સર,

                                    પીડિયાટ્રિકલ મેડિકલ મેનેજમેન્ટ, ઓર્થોપેડિકસ,

                                    નિયો-નેટલ, ઓટોરીએલેરીંગોલોજી, પીડિયાટ્રિક

                                    સર્જરી, ઓરલ અને મેકિસલોફેસિયલ સર્જરી,

                                    જનરલ સર્જરી, બર્ન્સ મેનેજમેન્ટઇન્ટરવેન્શનલ

                                    ન્યુરોરેડિયોલોજી, માનસિક ડિસઓર્ડર પેકેજો,

                                    યુરોલોજી, પ્લાસ્ટિક અને પુનઃરચનાત્મક સર્જરી

૩૮       પદ્મ કુંવરબા હોસ્પિટલ    ગુંદાવાડી           ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી, જનરલ

                                    સર્જરી,જનરલ મેડિસિન

૩૯       રસુલખાન જનના હોસ્પિટલ         હોસ્પિટલ ચોક   ઓબ્સ્ટેટ્રિકસ અને ગાયનેકોલોજી

૪૦       ડીવીઝનલ રેલ્વે હોસ્પિટલ          હોસ્પિટલ ચોક   માનસિક વિકૃતિઓ

(3:43 pm IST)