Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

ડિવાઇન ટ્રસ્ટ દ્વારા અનોખી પહેલ : વૃધ્ધાશ્રમના વડીલોને વિનામુલ્યે દાંતની તપાસ અને બત્રીસી

રાજકોટ તા. ૧૦ : ડીવાઇન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી વૃધ્ધાશ્રમના વડીલોની દાંતની સમસ્યાના નિવારણની અનોખી પહેલ કરવામાં આવી છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા ડીવાઇન ટ્રસ્ટની ટીમે જણાવેલ કે ગત વર્ષથી આરંભવામાં આવેલ આ સેવાયજ્ઞ તળે ૧૩ વૃધ્ધાશ્રમમાં જઇને આવા કેમ્પો કરવામાં આવેલ. જેમાં ૨૨૧ વડીલોને બત્રીસી પણ વિનામુલ્યે બનાવી આપવામાં આવી હતી. આ સેવા કાર્ય આગળ વધારી આ વર્ષે પણ ચાલુ રાખવામાં આવી છે. શરૂઆતમાં ૬ વૃધ્ધાશ્રમોમાં ડેન્ચર બનાવવા પ્રથમ તબકકામાં ૪૦ વૃધ્ધો માટે અનુદાન મળેલ અને ૨૦ બત્રીસી મુંબઇના શાંતાક્રુઝ વસતા પ્રમિલાબેન પારેખ તરફથી અને ૧૨ બત્રીસી રાજકોટના માધુરીબેન દિનેશભાઇ મોદી તરફથી તેમજ અન્ય દાતાઓ મધુબેન ખત્રી (મલાડ મુંબઇ), રમાબેન જગડ (અમદાવાદ), વલ્લભભાઇ નાનશી (પોરબંદર), કિરીટભાઇ મોદી (અંધેરી મુંબઇ), અશોકભાઇ જુઠાણી (ધાટકોપર મુંબઇ), રોહીણીબેન માવાણી (મસ્કત) તરફથી અનુદાન મળેલ. આ દાનની રકમ માધુરીબેન અને દિનેશભાઇના હસ્તે ડીવાઇન ટ્રસ્ટને અર્પણ કરવામાં આવેલ.

ખાસ કરીને આદીવાસી વિસ્તારમાં આવેલ ઘરડા ઘરમાં ડેન્ચર માટે ડો. જયસુખ મકવાણા અને ડો. સંજય અગ્રાવત તેમજ કુ. મોનિકા ભટ્ટ અને જાગૃતિ ચૌહાણની ટીમ સેવા આપી રહી છે. તાજેતરમાં ડાકોર ખાતેના કેમ્પમાં ૧૩ વૃધ્ધોની બત્રીસીના માપ લેવાયા અને ૮૫ વૃધ્ધોને તપાસી દાંતની સારવાર કરાઇ હતી. ટ્રસ્ટી ડો. નરેશભાઇ શાહ અને મેનેજર પુનિતભાઇએ સમગ્ર વ્યવસ્થા સંભાળેલ.  ગ્રામ વિકાસ અગ્રણી રાજુભાઇ જોશી પણ વ્યવસ્થામાં સહયોગી બનેલ.

મુંબઇના જાયન્ટસ ગ્રુપ ઓફ ચોપાટી તરફથી કામદાર પરિવાર તેમજ દિનેશભાઇ, અશ્વિનભાઇ ભીમાણી, વિનય જસાણી, અર્હમ ગ્રુપ, હરીવદનભાઇ અંતાણી, દિવ્ય જીવન સંઘ, ગાયત્રી પરીવાર, નલિયા હરેશભાઇ ઠકકર, ગાયત્રી પરીવાર માધાપર, શિવજીભાઇ મોઢ રફથી સહયોગ મળેલ છે.

વધુ માહીતી માટે મોનીકા ભટ્ટ મો.૯૪૦૯૭ ૭૩૬૭૪ અને ડો. સંજય અગ્રાવત મો.૯૪૨૯૩ ૭૩૨૬૭ નો સંપર્ક કરવા જણાવાયુ છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મોનીકાબેન ભટ્ટ, દિનેશભાઇ મોદી, જાગૃતિબેન ચૌહાણ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(2:50 pm IST)