Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

રવિવારે વડીલો માટે સંગીત સંધ્યાનો કાર્યક્રમ

ફ્રેન્ડઝ મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સિનિયર સીટીઝનો માટે ઇવનીંગ પોસ્ટમાં કાર્યક્રમ : જુના-નવા ૩૦ જેટલા ગીતો રજુ થશેઃ નિઃશુલ્ક આયોજનઃ સંગીત પ્રેમીઓને આમંત્રણ

રાજકોટઃ રંગીલુ રાજકોટ ઘણી બધી પ્રવૃતિથી સમગ્ર ગુજરાતમાં જાણીતું છે. એમા ૫ણ સંગીતક્ષેત્રે  પણ આજે ઝડપભેર આગળ વધી રહયું છે. લગભગ ૮૦ થી  પણ વધારે સંગીત એકેડમી આવેલી છે.  નવા ગાયક કલાકારનો ઉત્સાહ વધે અને તેને સ્ટેજ મળે તેવા શુભ હેતુથી 'ફ્રેન્ડઝ મુંઝીકલ ગ્રુપ' રાજકોટના શ્રીમતી નીલાબેન હિંડોચા તથા રીટાયર્ડ ઈન્કમ ટેક્ષ ઓફિસર શ્રી નવનીતભાઈ હિંડોચા દ્વારા આગામી તા. ૧૨ ને રવિવારે  સાંજે ૫-૪૫ કલાકે 'ઇવનીંગ પોસ્ટ (જીલ્લા બેંકે, ચૌધરી હાઈસ્કુલ પાસે)ખાતે સંગીતનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં જુના નવાં હિન્દી કુલ ૩૦ જેટલા ગીતો  કરાઓકે મ્યુઝીક ઓરકેસ્ટ્રાના સથવારે રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમ ખાસ કરીને સીનીયર સીટીઝન કલબના સભ્યો તથા આમંત્રીત મહેમાનો તથા રાજકોટની સંગીત પ્રેમી જનતા માટે નિઃશુલ્ક રાખેલ છે એન્ટ્રી પાસ મેળવવા માટે મુખ્ય આયોજક શ્રીમતી નીલાબેન હિંડોચા મો. ૯૪૨૬૭૮૫૦૯૯ તથા નવનીતભાઈ હિંડોચા મો. ૯૭ર૬૧ ૯૯૭૯૯નો સંપર્ક કરવો.

 આ કાર્યક્રમમાં યહા હૈ વો સાંજ ઔર. સબેરા,જાને ચમન સોલા બદન, જાનેજા ઢુંઢતા ફીર રહા, લુંટે કોઈ મનકા નગર,   ઓ મેરી ઓ મેરી સર્મીલી, ઓ મહેબુબા તેરે દિલકે પાસ,  તેરે મેરે સપને જેવા યાદગાર ગીતોની રમઝટ બોલશે. સંગીતપ્રેમીઓને કાર્યક્રમ માણવા અનુરોધ કરાયો છે.

 આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પી.ટી. જાડેજા(આંતર રાષ્ટ્રીય અધ્યક્ષ રાજપૂત યુવા સંઘ) મનોહરસિંહજી જાડેજા,( ડી.સી.પી. ઝોન-૨ રાજકોટ શહેર પોલીસ) સંગીત તજજ્ઞોમાં લલિતભાઈ ત્રીવેદી 'સ્વર સાધના' પ્રો.એચ. પી. પટેલ, (સ્વર સાધના), ધનશ્યામભાઈ રાવલ, રાજેન્દ્રસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા, ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સંચાલન એન્કરીંગ ક્રિષ્નકાંતભાઇ ઉપાધ્યાય  સંભાળશે.

તસ્વીરમાં ફેન્ડઝ મ્યુઝીકલ ગ્રુપના સર્વશ્રી નીલાબેન હિંડોચા, નવનીતભાઇ હિંડોચા, કિશોરસિંહ જેઠવા, કિશોરભાઇ દાવડા, નીતાબેન ઉપાધ્યાય, જનકભાઇ રવેશીયા અને મીતાબેન કટારીયા નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(2:48 pm IST)